ફેશનની વાત કરવામાં આવે તો મોટાભાગની મહિલાઓ સીઝન અને ટ્રેન્ડ પ્રમાણે પોતાના કપડાની પસંદગી કરે છે. વસંતઋતુ તેની ચરમસીમાએ છે. લગ્ન હોય કે વસંતઋતુમાં પાર્ટી, દરેક સ્ત્રી સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માંગે છે.
છોકરીઓ શોપિંગની શોખીન હોય છે. ટ્રેન્ડને અનુસરવા માટે, અવનવી વસ્તુઓ ટ્રાઈ કરતી રહેતી હોઈ છે. અત્યારના ધખધખતા તાપમાં છોકરીઓ સમર કલેક્શન એડ કરવામાં લાગી ગઈ છે. તો ચાલો જાણીએ અમુક ટીપ્સ કે જેનાથી તમને તમારા સમર કલેકશનમાં સજેશન મલી શકે.
1. મેક્સી ડ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે
જો તમે ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ડ્રેસ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો મેક્સી ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. તમે તેને દરેક પ્રસંગમાં કેરી કરી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન સાઈટ્સ પર તેની ઘણી વેરાઈટી ખરીદી શકો છો, જે કોટનથી લઈને ફેન્સી સ્ટાઈલમાં સરળતાથી ઉપલબ્ધ છે. તમે તેને હાઈ હીલ્સ પર કેરી કરી શકો છો અને સાદા સફેદ સ્નીકર્સ સાથે પણ.
2. ડેનિમ શોર્ટ્સ સદાબહાર છે
આજકાલ, દરેક છોકરીએ તેના કપડામાં ડેનિમ શોર્ટ્સની જોડી હોવી જોઈએ. તમારી ફેશન તેના વિના અધૂરી છે. તમે તેને ક્રોપ ટોપ અથવા શર્ટ સાથે પહેરી શકો છો. આ તમારા લુકને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપશે.
3.એ લાઈન સ્કર્ટ
લાઇન સ્કર્ટ અત્યારે ફેશનમાં છે. તમારે તમારા કપડામાં ત્રણથી ચાર પ્રકારના સ્કર્ટ અવશ્ય રાખવા જોઈએ. આ તમને સ્ટાઇલિશ લુક આપશે અને ક્લાસી પણ. સ્કર્ટ સાથે ટોપ કે શર્ટ પહેરીને તમે આરામથી ઓફિસ કે પાર્ટીમાં જઈ શકો છો.
4. જમ્પસૂટ કુલ લાગશે
દરેક છોકરી ઈચ્છે છે કે બધાનું ધ્યાન એમના પર રહે. આ માટે તમારે તમારા કલેકશનમાં આરામદાયક જમ્પસૂટ રાખવું જોઈએ. ઉનાળામાં શોટ જમ્પ કોટનને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ કૂલ દેખાય છે અને આરામદાયક પણ છે. તેને સ્પોર્ટ્સ શૂઝ અથવા સ્નીકર્સ સાથે કેરી કરો.
5.ઇઝી ટ્રાઉઝર
આ દિવસોમાં પેરેલલ ટ્રાઉઝર ફેશનમાં છે. આ દેખાવમાં આકર્ષક અને આરામદાયક છે. જો તમે ઈચ્છો તો તેને કેઝ્યુઅલ ટોપ સાથે પહેરી શકો છો અને પાર્ટીના કોઈપણ ફંક્શનમાં પણ તેને કેરી કરી શકો છો. તમે ફોર્મલ શર્ટ પહેરીને પણ મીટિંગમાં જઈ શકો છો.