ફેફસા એટલે કે લંગ્સ આપણા શરીરનું એક ખૂબ જ મહત્વનું અવયવ છે. શ્વાસ લેવાની પ્રક્રિયા ફેફસા ના માધ્યમ થી થાય છે. જો તેમાં કોઈપણ પ્રોબ્લેમ થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે. આવવામાં ફેફસા ને સ્વસ્થ રાખવા ખૂબ જ જરૂરી છે. જાણો ખાવા-પીવામાં શું શામેલ કરવાથી ફેફસા મજબૂત બને છે.
પાણી :
પાણી પીવું ફેફસા માટે ખૂબ જ જરૂરી છે. દિવસના છ થી આઠ ગ્લાસ પાણી પીવાથી ફેફસાં મજબૂત રહે છે.
અખરોટ :
અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશન પ્રકાશિત કરેલી જર્નલ માં જણાવ્યા મુજબ અખરોટ માં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી અસ્થમા કે શ્વાસ સંબંધિત તકલીફમાં રાહત મળે છે.
સફરજન :
સ્વસ્થ ફેફસા માટે રોજ એક સફરજન ખાવું ફાયદાકારક છે. તેમાં અનેક વિટામિન્સ મોજૂદ છે જે ફેફસાનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
બ્રોકલી :
બ્રોકોલી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જેને કારણે તે ફેફસા ને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બેરીઝ :
બેરીઝમાં પણ એન્ટી ઓક્સિડન્ટ્સ વિપુલ માત્રામાં હોય છે જે શરીરમાં ના વિષ તત્વોને ખેંચી બહાર ફેંકી દે છે. આથી ફેફસા માટે બેરીઝ ખાવી પણ ફાયદાકારક છે.
પીચ :
પીચમાં ભરપૂર માત્રામાં વિટામિન A રહેલું હોય છે. જે ફેફસામાં થતા ઇન્ફેકશન ને પણ ઘટાડી શકે છે.
બીન્સ :
અમેરિકા કેન્સર સોસાયટી ના જણાવ્યા મુજબ બીન્સ સેવનથી પણ ફેફસા ને ફાયદો થાય છે.