રાજયમાં કુલ ૨૨૪ બજાર સમિતિઓમાં ૩૦૦૦ જેટલા કાયમી કર્મચારીઓની નોકરીની સંપૂર્ણ સલામતી પૂરી પાડવાની સરકારની ફરજનો એક ભાગ છે: કર્મચારી સંઘ

નવા એપીએમસી કાયદાના કારણે રાજયની ૨૨૪ જેટલી એપીએમસીના કર્મચારીઓને નોકરીની સુરક્ષા અને સલામતી બાબતે છેલ્લા નવ માસથી કર્મચારી સંઘ દ્વારા સરકારને રજૂઆતો કરવામા આવી રહી છે. પરંતુ આબાબતે હજુ સુધી કોઈ પગલા ન લેવાતા કે કર્મચારીઓના પ્રશ્ર્ને કોઈ જ નિરાકરણ ન આવતા ગુજરાતરાજય બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અટોદરીયા અને મહામંત્રી રમેશભાઈ આહિરની આગેવાનીમાં રાજયભરમાંથી અસર પામેલ ૫૦ જેટલા એપીએમસી કર્મચારી પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહકારમંત્રી સહકાર સચિવ અને એપીએમસી નિયામકને રજૂઆત કરવા દોડી ગયા હતા અને રજૂઆત કરેલ હતી કે ગુજરાત રાજયમાં કુલ ૨૨૪ બજાર સમિતિઓ આવેલી છે જેના ૩૦૦૦ જેટલા કાયમી કર્મચારીઓ છે. અને તે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈ હેઠળ ખેડુતોના હિતોનું રક્ષણ કરે છે. આ બજાર સમિતિઓનાં કર્મચારીઓ ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ ૧૯૬૩ની કલમ ૫૭ મુજબ રાજય સેવક ગણાય છે. બજાર સમિતિનું સ્ટાફ શિડયુઅલ તેમજ સેક્રેટરીની નિમણુંક નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુ.રા. ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ સમગ્ર બાબતો અનુસાર બજાર સમિતિનાં કર્મચારીઓનાં આર્થિક હિતની જાળવણી કરવાની અને નોકરીની સંપૂર્ણ સલામતી પૂરી પાડવાની રાજય સરકારની ફરજનો એક ભાગ છે.સરકારે બજારધારામાં વટ હુકમ દ્વારા ૨૬ જેટલા લાવવામા આવેલ છે કે અમુક સુધારાથી કેશોદ, ડેડીયાપાડા, ગારીયાધાર, શિહોર, માણાવદર, વિજયનગર, રાજપીપળા, સંતરામપૂર સહિત રાજયની ૩૫ જેટલી એપીએમસી ને અત્યારથી જ વહીવટ ચલાવવો મુશ્કેલ બની ગયેલ છે. જયારે બાકીની ઘણી એપીએમસીને આગામી માર્ચ મહિના સુધીમાં અનેક પ્રશ્ર્નો સર્જાશે.

સરકારને આવેદનપત્ર આપતા અગાઉ સંઘના હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી બળાપો વ્યકત કરેલ હતો અને કર્મચારીઓની ધીરજનો અંત આવી રહ્યો હોઈ સરકાર તાત્કાલીક આ પ્રશ્ર્ને નિરાકર લાવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.