- 70 પ્રાથમિક શાળામાં 3ર0 શિક્ષકોના સ્થાને ર9ર શિક્ષકોની ભરતી: ર8 શિક્ષકોની ભરતી કરવા માંગ
- શિક્ષકોની ઘટની સાથે શિક્ષકોના માનસિક ભારણથી શિક્ષણનું સ્તર બગડતું હોવાની ફરીયાદો
ધ્રોલ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ઘટનાની સમસ્યા ઉકેલવા માટે માંગ ઉઠી રહી છે. તેવા સંજોગોમાં ર8 શિક્ષકોની ઘટથી અનેક શાળાઓમાં શૈક્ષણિક કાર્યોને અસર થઇ રહી છે. વિદ્યાર્થીઓના ભણતર પર શિક્ષકોની ઘટની સાથે સાથે શિક્ષકોના માનસિક ભારણથી શિક્ષકનું સ્તર બગડતું જતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ર8 શિક્ષકોની ઘટથી 70 શાળાઓમાં થઇ રહેલી અસરનો નિવેળો આવવો જોઇએ શાળા પ્રવેશોત્સવની ઉપલબ્ધી વર્ણવતા તંત્રને શાળાઓના ઘટતા શિક્ષકોની ઉણપ પણ જાહેર કરતી જોઇએ.
હાલમાં ગુજરાતભરમાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ના ઘ્યેય સાથે બાળકોના સર્વાગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે ઉત્તમ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે ધ્રોલ તાલુકામાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઇ રહી છે. ધ્રોલ તાલુકામાં 68 પ્રાથમિક શાળા આવેલી છે. તથા બે આશ્રમ શાળા એમ મળીને કુલ 70 શાળાઓ આવેલ છે. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ તમામ 70 શાળામાં 3ર0 શિક્ષકોની જરુરીયાત હોય છે. જેની સામે 292 શિક્ષકો હાલમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. જયારે ર8 શિક્ષકોની ઘટ છે. આ ર8 શિક્ષકોની જગ્યા માટે ભરતી કરવા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધીમાં ભરતી થઇ નથી.
દરેક ગામમાં ધોરણ 7 સુધીના શિક્ષણની વ્યવસ્થા હોવી જોઇએ: દેવજીભાઇ ચાવડા
અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં માણેકપર ગ્રામપંચના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દેવજીભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ધ્રોલ તાલુકામાં 68 પ્રાથમીક અને બે આશ્રમ શાળા આવેલી છે. ગ્રામ્ય વિસ્તારમાં હાલ 1 થી પ ધોરણ જ શાળામાં ભણાવવામાં આવે છે વધુ અભ્યાસ માટે ધ્રોલમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ જવું પડે છે. ઘણી વખત રજુઆત કરેલ છે. પરંતુ પુરતા વિદ્યાર્થીઓ ન હોવા સહિતના વિવિધ જવાબો મળે છે. અમારા માણેકપર ગામમાં ધો. 1 થી પ સુધીનો જ શાળામાં અભ્યાસ થાય છે. ગામના બાળકોને વધુ અભ્યાસ માટે ધ્રોલ સુધી જવું પડે છે તથા આડાટોડા સુધી જવું પડે છે. પહેલા તો બાળકોને જવા-આવવા માટે ભાડુ આપવામાં આવતું પરંતુ હવે આપવામાં આવતું નથી. આપણા બંધારણમાં પણ પ્રાથમિક શિક્ષણને અગ્રતા આપી છે. પરંતુ નાના ગામડામાં ધો. 1 થી પ સુધીનો જ અભ્યાસ છે તે ધો. 1 થી 7 સુધી કરવામાં આવે તેવી માંગ છે. અને શિક્ષકોની પણ ઘટ છે અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સમસ્યા હલ થઇ નથી.
ભરતી બાબતે અનેક વખત સરકારમાં રજુઆત કરી છે: ગજેન્દ્રસિંહ જાડેજા
અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં ધ્રોલ પ્રાથમિક શૈક્ષણિક સંઘના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધ્રોલ તાલુકામાં 68 પ્રાથમિક શાળા તથા બે આશ્રમ શાળા એમ કુલ 70 શાળાઓ આવેલ છે. જેમાં 320 શિક્ષકો હોવાની સાથે હાલ 292 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. હાલ ર8 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટના કારણે એક શિક્ષક પર વધુ ભારણ આવે છે. અમે સરકારમાં ઘણી વખત રજુઆત કરેલ છે. ટુંક સમયમાં ભરતી થશે તેવી શકયતાં છે. ધ્રોલ તાલુકામાં 1 થી 8 ધોરણ માટેની 35 શાળાઓ આવેલી છે. જેમાં 8 શિક્ષકોની ઘટ છે. તથા ધોરણ 1 થી પ માટેની 3પ શાળાઓમાં 14 શિક્ષકોની ઘટ છે. તથા બદલી કેમ્પમાં પણ 10 થી 1ર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ જે તે જગ્યાએ શિક્ષકો ન હાજર થતા તેઓ નવી જગ્યાએ ચાર્જ સંભાળી શકતા નથી.