અબતક
સબનમ ચૌહાણ,સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં સ્લેબ તૂટવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં થોડા દિવસ પહેલાં શહેરના હેડલુમ ચોક વિસ્તારમાં જે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા ત્યાં વર્ષો જૂનો સ્લેબ જમીન માં બેસી જવા પામ્યો હતો જોકે ત્યાં પણ કોઈ મોટી જાનહાનિ થઈ જવા પામી ન હતી પાલિકા તંત્રે 40 વર્ષ પહેલા જે ગટરો પસાર થઇ રહી હતી તેના ઉપર સ્લેબ બાંધી અને તેના ઉપર ફૂટપાથ નું કામ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે આ સ્લેબ તુટી જવાના કારણે પાંચ ફૂટ નો મોટો ખાડો પડી જવા પામ્યો હતો.ત્યારે હજુ આ વાત જૂની થઇ નથી ત્યાં સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં વધુ એક સ્થળ ઉપર પાલિકા દ્વારા બાંધવામાં આવેલો સ્લેબ તુટી જવા પામ્યો છે અને ત્યાર 4 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જવા પામ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગટરનું પાણી નિકાલ માટે ભોગાવો નદી માં જે વ્યવસ્થા કરવામાં આવી છે તે મોટી ગટર ઉપર સ્લેબ લગાવી દેવામાં આવ્યા છે. અને તેની નીચેથી શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએથી પાંચ ફૂટથી વધુ પહોળી ગટરો પસાર થઈ રહી છે અને અવાર-નવાર બેસી જઈ રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં પસાર થઈ રહેલી પાંચ ફૂટની ગટર ઉપર ભરવામાં આવેલો સ્લેબ તુટી જવા પામ્યો છે અને તેના ઉપર ચાર ફૂટનું ગાબડું પડી જવા પામ્યો છે જોકે આ બનાવના મામલે કોઇપણ જાતની મોટી જાનહાની થવા પામી નથી આજુબાજુના વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે નગરપાલિકા નો સંપર્ક સાધવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે જેથી કોઈ આગામી દિવસોમાં કોઈ જાનહાની ન સર્જાય તેવી માગણી કરવામાં આવી છે.
ત્યારે નગરપાલિકાના એન્જીનીયર થઇ નો સ્ટાફ દોડી ગયો છે અને કામગીરી શરૂ કરવા ના આદેશો પણ આપવામાં આવ્યા છે ત્યારે શહેરી વિસ્તારમાં વધુ એક ભૂગર્ભ ગટર ઉપર બાંધેલો સ્લેબ તૂટી જતા ચકચાર મચી જવા પામ્યો છે ચાર ફૂટનું ગાબડું પડી જવા પામ્યો છે અને પાલિકા તંત્ર દ્વારા ગાબડું બુરી અને વ્યવસ્થિત રીતે નવો સ્લેબ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો પણ જાણવા મળી રહ્યું છે.