દિવાળીના તહેવાર પૂર્વે સુરતને હચ મચાવતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ એકસાથે જીવન ટૂંકાવ્યું, પિતાએ ઘરના સભ્યોને દવા પીવડાવી ગળાફાંસો ખાઇ આપધાત કરી લેતા અરેરાટી મચી જમા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સકળામણને લીધે પગલું ભરી લીધા ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.વધુ વિગત મુજબ પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ કરી રહી છે, જોકે પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
માતા-પિતા, પત્નિ અને ત્રણ બાળકોને ઝેરી દવા પીવડાવી યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ફર્નિચરના કારખાનામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યુ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
પ્રાથમિક માહિતી અનુસાર, સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. હાલ તેમના સગા સંબંધીઓ પહોંચ્યા છે, પરંતુ તેઓ કોઇ કહેવા તૈયાર નથી.સોલંકી પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જિંદગી ટૂંકાવી છે. મળતી માહિતી મુજબ 6 લોકોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું તો એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખસેડી તજવીજ હાથ ધરી હતી.જ્યારે ઘરમાં તપાસ કરતાં એક સ્સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પૈસા લેવાના બાકી છે, તે ન મળતા સંકળામણ થઈ હોય તેવો ઉલ્લેખ છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ છે, તેવું પણ પોલીસે જણાવ્યું છે. હાલ આપઘાતનું કારણ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની જાણ પોલીસને થતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.
પરિવારના ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી : ડીસીપી રાકેશ બારોટે
સુરતની ચકચારી ઘટના મામલે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, એક પરિવારના સાત લોકોએ આપઘાત કર્યા હોવાનો મેસેજ હતો. આમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે. લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30થી 35 લોકો કામ કરતાં હતાં