જુદા જુદા બે કોન્ટ્રાકટરના માણસો એક બીજાનો હાથો બની આક્ષેપ કરતા હોવાની પોલીસને શંકા
કોરોના કારણે સિવિલ હોસ્પિટલનો સ્ટાફનો વિવાદ વધુને વધુ પ્રકાશમાં આવી રહ્યો છે. દર્દીના મોબાઇલ સહિતની કિંમતી ચિજ વસ્તુની ચોરી, મહિલા પર બળાત્કાર, છેડતી, હડતાલ પાડવી અને કોન્ટ્રાકટના કર્મચારીઓના થતા આર્થિક શોષણ સહિતના મુદે અવાર નવાર વિવાદ સર્જાતા રહે છે.
સિધ્ધનાથ એજન્સી અને ડી.જી.નાકરાણી કર્મચારી વચ્ચે ચાલતા ગજગ્રાહ અને વાદ વિવાદનો વધુ એક બનાવ પોલીસ મથકે પહોચ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં સિધ્ધનાથ એજન્સીની એટન્ડન્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ડી.જી.નાકરાણીના કર્મચારીએ છેડતી કર્યાના આક્ષેપ સાથે પ્ર.નગર પોલીસ મથકે પહોચી હતી.
યુવતી છેડતીનો બનાવ ગતમોડી રાતે બન્યાનું કહી રહી છે તો રાતે જ કેમ પોલીસમાં ફરિયાદ કરવા ન પહોચી તેવા સવાલો થઇ રહ્યા છે. બીજી તરફ બંને એજન્સીના કોન્ટ્રાકટ ટૂંક સમયમાં જ પુરા થવાની આરે છે ત્યારે બંને એજન્સીના કર્મચારીઓને બેકાર બનવું પડે તેમ હોવાના કારણે પણ એજન્સી સંચાલકોને નહી પરંતુ તેના એટન્ડન્સ અને કર્મચારીને કારણ વિના હલકા ચિરવાની રીતસર હરિફાઇ ચાલતી હોય તેમ એક પછી એક યુવતીઓ છેડતી અંગેના આક્ષેપ કરી રહી છે.
તાજેતરમાં જ બંને એજન્સીના એટન્ડન્સ દ્વારા પગાર મુદે હડતાલ પાળી અને છેડતી અંગે આક્ષેપ કર્યાનો મામલો થાળે પડયો ત્યાં ફરી આજે એક યુવતી છેડતીના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો છે. એટલું જ નહી યુવતી પોતાના કેટલાક સાથી કર્મચારીઓ સાથે પ્ર.નગર પોલીસ મથકે આવી ડી.જી.નાકરાણીના કર્મચારી દ્વારા છેડતી કર્યાના આક્ષેપ કર્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર છેડતીના આક્ષેપ થતા હોવાથી છોકરા-છોકરી અલગ અલગ રહે તે રીતે કામ સોપવામાં આવી રહ્યું છે. તેમ છતાં ડી.જી.નાકરણાની એક કર્મચારીના કહેવાથી એટન્ટન્સ યુવતીને તારૂ ધ્યાન રાખવા મોકલ્યો છે તેમ કહી તેની બાજુમાં બેસી છેડતી કર્યાના આક્ષેપ કર્યા હતા ત્યારે યુવક દ્વારા આક્ષેપ ખોટા હોવાનું ગણાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા બંને પક્ષને સાંભળી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા છે.
ડી.જી.નાકરાણીના કર્મચારી સામે નોંધાતો ગુનો
સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટર સિધ્ધનાથ એજન્સીના અંડરમાં કામ કરતી યુવતીની ફરિયાદ પરથી ડી.જી.નાકરાણીના કર્મચારી રાકેશ માકડીયા સામે છેડતીની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.