શહેરના તમામ બુથના શકિત કેન્દ્રોનાં ઈન્ચાર્જ ઉપસ્થિત રહેશે તૈયારીઓનો ધમધમાટ: માર્ગદર્શન આપતા ભાજપ અગ્રણી
આગામી તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ચૂંટણી પ્રચાર પ્રસારની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ત્યારે તા.૭ નવેમ્બરનાં રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અને તેમના અધ્યક્ષ સ્થાને તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા હેમુગઢવી હોલ ખાતે શહેરના તમામ બુથના શકિત કેન્દ્રના ઈન્ચાર્જની બેઠકનું આયોજન બપોરે ૩.૩૦ કલાકે કરવામાં આવ્યું છે.
ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શ‚ કરવામાં આવી છે તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભા વાઈઝ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ બેઠકમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, બક્ષીપંચ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી, શાસક પક્ષ નેતા અરવીંદ રૈયાણી, રાજુભાઈ બોરીચા સહિતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદાર, વોર્ડના પ્રભારીઓ, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, શિક્ષણ સમિતિનાં સભ્યો, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.