દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જામખંભાળીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી જોધપુર ગેટ, ખંભાળીયાથી પ્રસ્‍થાન ઇન.ચાર્જ કલેકટરશ્રી આર.આર.રાવલ દ્વારા કરવામાં આવેલ.

run for unity khambhaliya dt 4

આ તકે દોડવિરોને સંબોધતા ઇન.ચાર્જ કલેકટરશ્રી આર.આર.રાવલે જણાવ્‍યું કે, ગૌરવવંતિ ગુજરાતમાં પરંપરા આજે ઉભી થઇ રહી છે. સરદાર પટેલ વિર પુરુષને યોગ્‍ય આદરાંજલી આપવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સરદાર સાહેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં નિર્માણનું સેવેલું સપનું સાકાર થયું છે. આજે તેઓ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ કરવાના છે. આ પ્રતિમાંથી ગુજરાતના લોકોને વિશ્વમાં અનેરૂ સ્‍થાન મળશે.

run for unity khambhaliya dt 3

આ રન ફોર યુનિટીનીમાં દોડવિરોએ સવારે ૮ કલાકેથી જોધપર ગેટથી દોડ લગાવીને નગરનાકા, ચાર રસ્‍તા થઇ મેધજી પેથરાજ છાત્રાલય પાસે સમાપ્‍ત થઇ હતી. અને ત્‍યાર બાદ તમામ દોડવિરો માટે નાસ્‍તાની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલી હતી.

run for unity khambhaliya dt 6

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા પોલીસ વડા રોહન આનંદ, અધિક કલેકટરશ્રી એચ.પી.પટેલ, ખંભાળીયા પ્રાંત અધિકારીશ્રી જોશી, રમત ગમત અધિકારશ્રી ભાવેશ રાવલીયા, ખંભાળીયા નગરપાલીકા ચીફઓફિસરશ્રી ગઢવી, ભાજપ આગેવાનશ્રી હિતેશભાઇ પિંડારીયા, અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત સામાજિક સ્વેચ્છિક સંસ્થાના સભ્યો, પોલીસ વિભાગ અને નગરજનો સહભાગી થયા હતા.

run for unity khambhaliya dt 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.