જાફરાબાદ, લાઠી, ગીર ગઢડા, મેંદરડામાં એક ઇંચ વરસાદ:
રાજયના 67 તાલુકાઓમાં મેધ મહેર

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે આજે પાંચ દિવસ સુધી રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ર4 કલાક દરમિયાન  રાજયના 67 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના જાંબુધોડામાં સવા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો આ ઉપરાંત ઉના અને વિસાવદરમાં બે ઇંચ, જાફરાબાદ, લાઠી, ગીરગઢડા, મેંદરડામાં એક ઇંચ, ભાવનગર, ગોંડલ, જસદણ, કોડીનાર, જેતપુરમાં પોણો ઇંચ, તાલાલા, લીલીયા, વડિયામાં અર્ધા ઇંચ વરસાદ પડયો હતો. સતત વરસાદના કારણે હવે સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે.

આજથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.કચ્છ રિજીયનમાં સિઝનનો 112.24 ટકા,ઉતર ગુજરાતમાં 51.04 ટકા, પૂર્વ-મઘ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ પડયો છે. રાજયમાં આજ સુધીમાં સિઝનનો પર.76 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.

ભાદર ડેમમાં વધુ અર્ધા ફુટ પાણીની આવક સપાટી 26.10 ફુટે પહોંચી

રાજકોટ જિલ્લાના 6 સહિત નવ જળાશયોમાં પોણાબે ફુટ સુધી નવા નીરની આવક

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોનો જળ વૈભવ સતત વધી રહ્યો છે. આજથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ડેમોની સપાટીમાં વધારો થવાની સંભાવના જણાય રહી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના 6 સહિત નવ જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. જિલ્લાના ડેમોમાં 65 ટકા જેટલું પાણી સંગ્રહિત છે.રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું 0.46 ફુટે ઓવર

ફલો થવા ભાદરની સપાટી હાલ 26.10 ફુટે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવર ફલો જવામાં માત્ર 7.90 ફુટ જ બાકી રહ્યો છે. ડેમમાં 3088 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જળ સંગ્રહ શકિતની દ્રષ્ટિએ ડેમ 46.61 ટકા ભરાય ગયો છે. ગઇકાલે ડેમ સાઇટ

પર પ0 મીમી એટલે કે બે ઇંચ વરસાદ પડયો છે. આજી-3 ડેમમાં નવું 0.20 ફુટ પાણી આવ્યું છે. ડોડી ડેમમાં 0.33 ફુટ, છાપરવાડી-ર ડેમમાં 0.33 ફુટ, કરમાળમાં 0.33 ફુટ અને ઘેલા સોમનાથમાં 0.10 ફુટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાનો ફોફળ અને સોડવદર ડેમ ઓવરફલો થઇ રહ્યા છે. જયારે મોજ, વેણુ-ર, સુરવો, ન્યારી-ર અને ભાદર-ર ડેમ રૂલ લેવલ સુધી ભરાય ગયા છે. જેના કારણે જળાશયોના દરવાજા ખુલ્લા રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.16 ફુટ, જામનગર જીલ્લાના ફુલઝર-ર ડેમમાં 1.64 ફુટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 1.10 ફુટ પાણીની આવક થવા પામી છે.

19 જુલાઈથી વધશે વરસાદનું જોર

19 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે. 20 જુલાઈએ  પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર,

અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ,  દાહોદ, પંચમહાલ, ખેડા, વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં

વરસાદની આદગાહી છે. 20 જુલાઈના રોજ સુરત, નવસારી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસારા, આજે નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.