દેશભરમાં ફેલાયેલ કોવિડ-૧૯ (કોરોના) મહામારીને કાબુમાં લાવવા માટે દેશભરમાં લેબાણ ભર્યું લૌકડાઉન અમલમાં રહ્યું છે. આને કારણે રાજ્યમાં અનેક વ્યાપારિક અને ઓધોગિક એકમો બંધ રહેલ છે. અને તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગએલ છે. જગ્યાના ભાડા, વ્યાજ, કામદારોના વેતન વગેરે ચૂકવવું તેમના માટે દુષકર બન્યું છે. આવા સંજોગોમાં આપના પક્ષની જ ઉતરપ્રદેશની સરકારે ત્રણ વર્ષ માટે લેબર લો સુધાર કર્યો છે. આટલા લાંબા લોકડાઉન પછી પણ કેન્દ્ર સરકાર કે આપણી રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગ માટે કોઈ પ્રોત્સાહક પેકેજ ની ઘોષણા કરી નથી. જે કોઈ રાહતો આઈબીઆઈ દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે તે માત્ર વિલંબિત ચુકવણી ની છે. કોઈ વેરા માટે યોજના જાહેર થઈ નથી. આનાથી રાજ્યના વેપાર ઉધોગ સાથે રોકાઐલ મોટાભાગના લોકો તનાવગ્રસ્ત સ્થિતિમાં છે.
તેવા સમયમાં વિદેશોથી જે નવા સાહસિકો રાજ્યમાં કોરોના બાદ મુડીરોકાણ કરવા આવે તેને મજુર કાયદામાંથી મુક્તિ આપવાની વાત કરી, તેનાથી પ્રવર્તમાન ઉધોગકારોના મનમાં પણ થોડી ખાશાનો સંચાર થખેલ, પરંતુ બીજે જ દિવસે આપે કરેલ જાહેરાત કે જૂના ઉધોગો ને આ શહત નો લાભ નહીં મળે તે ખરેખર દાઝયા પર ડામ દેવા જેવી વાત છે. આવા એકમો પર તોળાઈ રહેલુ આર્થિક સંકટ એટલુ ગંભીર થતુ જાય છે કે લોકડાઉન ઉઠયા પછી પણ ઘણા લોકો તેમનો વેપાર, ઉધોગ પુન: ચાલુ કરી શકશે નહીં તો આ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈ, વેપાર ઉધોગ માટે કોઈ પ્રોત્સાક આર્થિક પેકેજ તાકિદે જાહેર કરશો તેમજ તમામ પ્રકારના વ્યવસાયો તેમજ ઉધોગને શીધ્ર ચાલુ કરવા દેવાની જાહેરાત કરશો.