Abtak Media Google News
  • શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં કેન્સર જેવા રોગનો ભોગ બને

સવાર એ સાંજે બધા જ ઘરમાં સુખ-શાંતિ અને ઉર્જા માટે પૂજા-પાઠ કરીએ છીએ. બદલાતા સમયને કારણે લોકો દીવાની બદલે અગરબત્તી કરે છે. અગરબત્તીમાં ધુમાડાથી અનેક પ્રકારની બીમારીનો ભોગ બની શકાય છે,

સુગંધીદાર અગરબત્તી કેન્સર જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે. અગરબત્તીના ધુમાડાથી વોકલ કોર્ડ, શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં કેન્સર અને યુરિન એરિયામાં પણ કેન્સરની શક્યતા નકારી શકાતી નથી.

આ દિવસે ન પ્રગટાવવી જોઈએ અગરબત્તી, જાણો શું કહે છે વાસ્તુ - Vastu Tips for agarbatti: Incense should not be lit on this day – News18 ગુજરાતી

અગરબત્તીને સુગંધીદાર બનાવવા માટે કાર્બન કણોનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે અગરબત્તીને સળગાવવામાં આવે છે, ત્યારે તેના ધુમાડામાંથી કાર્બન ડાયોક્સાઈડ ધુમાડાના સ્વરૂપમાં બહાર આવે છે, જેનાથી ફેફસાને નુકસાન પહોંચે છે. જો તમે લાંબા સમય સુધી કાર્બન મોનોક્સાઇડના સંપર્કમાં રહો છો તો શ્વાસનળીમાં કેન્સર થઇ શકે છે. જો શ્વાસનળીમાં કેન્સર હોય તો શરૂઆતના લક્ષણમાં ઉધરસ આવે છે, ઉધરસમાં લોહી આવવું કે પેશાબમાંથી લોહી આવવું એ પણ કેન્સરના લક્ષણો છે. આ સ્થિતિમાં દરેક વ્યક્તિએ સુગંધિત અગરબત્તીથી બચવાની જરૂર છે.

અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો શરીરના કોષો પર ખરાબ અસર કરે છે અને તે સિગારેટના ધુમાડા કરતા પણ વધુ ઝેરી હોય છે. તેના ધુમાડાથી કોષના ડીએનએમાં ફેરફાર થાય છે, જે કેન્સરનું જોખમ વધારે છે. ધુમાડો હંમેશા ફેફસાં માટે હાનિકારક જ હોય છે.

અસ્થમાની બીમારીને દૂર કરવા માટે કરવામાં આવે છે લોબાન

Health research: Why can asthma still not be cured?

આયુર્વેદિક દવામાં લોબાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. લોબાનનો ઉપયોગ સંધિવા, પાચન, અસ્થમા અને અન્ય બીમારીની સારવાર માટે કરવામાં આવતો હતો.લોબાન અમુક પ્રકારના કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ છે. લોબાનથી સંધિવાની બીમારીથી રાહત થાય છે. લોબાન આંતરડાના માટે પણ ફાયદાકારક છે લોબાન કરવાથી હવામાં, જમીન પર અથવા જમીન પર અને અન્ય સપાટી પર રહેતા જંતુઓનો નાશ થાય છે.તે હવાને શુદ્ધ કરે છે અને વાતાવરણને ખુશનુમા બનાવે છે.જો તમે ઘરની અંદર થોડો લોબાન કરો છો તો તે ખુલ્લી હવામાં હોવાનો અહેસાસ આપશે.

વાસ્તુશાસ્ત્રમાં પણ અગરબત્તીને અશુભ ગણાય છે

Sri Rudra Agarbatti 7 In 1 - Sri Rudra

અગરબત્તી સળગાવવી અશુભ છે. વાંસમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં વાંસને શુભ માનવામાં આવે છે. એટલા માટે પૂજા સમયે અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ. વાંસ બાળવાથી પિતૃદોષ થાય છે. શાસ્ત્રોમાં માત્ર અગરબત્તીઓનો જ ઉલ્લેખ છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે વાંસનો ઉપયોગ જનોઈ, મુંડન જેવા શુભ કાર્યોમાં અને લગ્નના મંડપ બનાવવા માટે થાય છે. વૈજ્ઞાનિક રીતે પણ અગરબત્તીઓનો ધુમાડો શરીર માટે જોખમી છે. અગરબત્તીઓના ધુમાડાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધે છે.

લોબાનનો ધૂપ સર્વશ્રેષ્ઠ

ઘરમાં અગરબત્તીઓ સિવાય ધૂપનો પણ ઉપયોગ કરી શકાય છે. તે ગાયના છાણ અને અન્ય જ્વલનશીલ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. તેથી ધૂપ કરવાથી શરીરને નુકસાન થતું નથી. ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે.

Loban Images – Browse 139 Stock Photos, Vectors, and Video | Adobe Stock

અગરબત્તીને સળગાવવામાં આવે ત્યારે તેના ધુમાડામાંથી કાર્બન ડાયોક્સાઈડ ધુમાડાના સ્વરૂપમાં બહાર આવે જેનાથી ફેફસાને નુકસાન પહોંચાડે છે

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.