સતત બીજા દિવસે વાદળર્છાંયુ વાતાવરણ: રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી નીચો પટકાયો: અસહ્ય ઉકળાટનો અહેસાસ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધુપ-ર્છાંવ જેવા વાતાવરણના કારણે કાળઝાળ ગરમીમાં લોકોને થોડી રાહત મળી છે. દરમિયાન ગઇકાલે સાંજે ભાવનગર શહેરમાં વરસાદનું એક જોરદાર ઝાપટુ પડી ગયુ હતું. અસહ્ય ઉકળાટથી જનજીવન પરસેવે નિતરી રહ્યુ છે.
ગત આખુ સપ્તાહ સુર્યનારાયણે આકાશમાંથી અગનવર્ષા કરી હતી. રાજ્યના અનેક શહેરમાં હીટવેવે હાહાકાર મચાવ્યો હતો.
મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઇ ગયો હતો. ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળીયા વાતાવરણના કારણે લોકોને માથાફાડ ગરમીમાંથી થોડી મુક્તિ મળી છે. આજે પણ વાતાવરણ ધુપ-ર્છાંવ મુક્ત રહ્યું હતું. જો કે પરસેવે રેબઝેબ કરી દેતા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગઇકાલે સોમવારે અમરેલીનું તાપમાન 39.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 39.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32.6 ડિગ્રી, ઓખાનું તાપમાન 34 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 35 ડિગ્રી, રાજકોટનું તાપમાન 39.5 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34 ડિગ્રી, દિવનું તાપમાન 33 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 35.7 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 41.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 39.1 ડિગ્રી, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.2 ડિગ્રી, સુરતનું તાપમાન 34.4 ડિગ્રી, વલસાડનું તાપમાન 37 ડિગ્રી, દમણનું તાપમાન 34 ડિગ્રી, કચ્છ-ભૂજનું તાપમાન 37.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 35.8 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 40.2 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર તાપમાન 37.8 ડિગ્રી નોંધાયુ હતું.
આકાશમાંથી વાદળોનું આવરણ હટતાની સાથે જ ફરી હીટવેવનો પ્રકોપ શરૂ થશે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગઇકાલે સાંજે ભાવનગરમાં સમી સાંજે લોકલ ફોર્મેશનના કારણે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયુ હતું. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધુપ-ર્છાંવ ભર્યું વાતાવરણ છવાયેલું છે. ગરમીમાં રાહત જોવા મળી રહ્યું છે.
ક્યા શહેરમાં કેટલી ગરમી?
- સુરેન્દ્રનગર – 8 ડિગ્રી
- રાજકોટ – 5 ડિગ્રી
- ભાવનગર – 5 ડિગ્રી
- અમરેલી – 4 ડિગ્રી
- પોરબંદર – 35 ડિગ્રી
- મહુવા – 4 ડિગ્રી
- કેશોદ – 7 ડિગ્રી
- વેરાવળ – 34 ડિગ્રી
- અમદાવાદ – 5 ડિગ્રી
- ડિસા – 1 ડિગ્રી
- ગાંધીનગર – 4 ડિગ્રી
- વલ્લભ વિદ્યાનગર – 9 ડિગ્રી
- કંડલા પોર્ટ – 2 ડિગ્રી
- વડોદરા – 2 ડિગ્રી