સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત દેશનું પ્રથમ મહિલા ભિક્ષુકગૃહ કાર્યરત થશે
સૌરાષ્ટ્ર યુનિ. પાછળ મુંજકા ખાતે માનવ કલ્યાણ મંડળ ગુજરાત દ્વારા બનાવવામાં આવેલ દેશના પ્રથમ સ્વૈચ્છિક સંસ્થા સંચાલીત મહિલા ભિક્ષુકગૃહનું તા.૨૦ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ઉદઘાટન થશે દેશમાં હાલ ત્રણ મહિલા ભિક્ષુક કેન્દ્ર છે. પણ તે સરકાર સંચાલીત છે. જયારે આ એક માત્ર અને પ્રથમ સ્વૈચ્છીક સંસ્થા સંચાલીત મહિલા ભિક્ષુક ગૃહ છે.
માનવ કલ્યાણ મંડળ દ્વારા ગરીબ અને રોડ પર રહેતા નિરાધાર મહિલાઓને જીવન ગુજારવા ભીખ માંગવી પડે છે. આવી મહિલાઓ માટે સંસ્થા દ્વારા આધુનિક મહિલા આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે.સૌ.યુનિ. પાછળ મુંજકમાં હરીવંદના કોલેજ પાસે સૌરાષ્ટ્ર મહિલા ભિક્ષુક ગૃહ ખાતે તા.૨૦નેગૂરૂવારે સવારે ૧૦ થી ૧૨ ઉદઘાટન સમારોહ રાખેલ છે. જેમાં મંત્રી સાંસદ ધારાસભ્યો, કલેકટર,કમિશ્નર, સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ અને સભ્યો ઉપસ્થિત રહેશે.આ મહિલા આશ્રય ગૃહમાં સૌરાષ્ટ્ર-કચ્છની મહિલાઓને રાખવામા આવશે. આ સંસ્થા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ, ચેરમેન નાથાભાઈ કાલરીયા, ઈન્ટરનેશનલ અધ્યક્ષ ગોવિંદભાઈ વરમોરા, ઉપાધ્યક્ષ ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું કે આ મહિલા ગૃહમાં આશ્રય મેળવનાર મહિલાઓને ટીવી, ફ્રીઝ, કુલર, સાબુ, સેમ્પુ, મચ્છરદાની , પર્સનલ બેડ જેવી સુવિધાઓ આપવામાં આવશે.