મોરબી જિલ્લા પંચાયત દ્વારા ત્રણેય ગામોમાં ૫૩ લાખના ખર્ચે તૈયાર થયેલા પશુ દવાખાનાને ખુલ્લા મુકાયા
હળવદ તાલુકાના ચરાડવા, માથક અને માલણીયાદ ગામે તાજેતરમાં જ તૈયાર થયેલા પશુ દવાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ,જિલ્લાવિકાસ અધિકારી, કારોબારી ચેરમેન, પશુપાલન અધિકારી સહિતનાઓ હાજર રહ્યા હતા
હળવદ તાલુકાના ચરાડવા, માથક અને માલણીયાદ ગામે આવેલા પશુ દવાખાના અતિ જર્જરિત હાલતમાં હોય જેથી મોરબી જિલ્લા પંચાયત દ્વારા આ ત્રણેય ગામોમાં નવા પશુ પણ દવાખાના બાંધવા માટેની મંજૂરી અપાઇ હતી જેથી અંદાજે રૂપિયા ૫૩ લાખના ખર્ચે તૈયાર થયેલા આધુનિક પશુ દવાખાના નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા,મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ ખટાણા, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમંતભાઈ રાવલ,જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર ભોરણીયા, તાલુકા પશુપાલન અધિકારી ડોક્ટર એન.ટી.નાયક પરા સહિતનાઓ હાજર રહ્યા હતા