સુરેન્દ્રનગર શહેરના દાળમિલ વિસ્તારમાં ઉપાશ્રયનું ઉદઘાટન જૈન સમાજના સંતો તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. તેમજ જૈન મુનિઓના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગર દાળમિલ વિસ્તારમાં આવેલા ઉપાશ્રયનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતુ. ત્યારે આજે લીંબડી અજરામર જૈન સંપ્રદાયના ડો. નીરંજનમુની અને ચૈતન્યમુની તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના આગેવાનોની હાજરીમાં ઉપાશ્રયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

જેમાં વિજયભાઇ રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે જૈન સમાજે અહિંસા પરમો ધર્મનો સંદેશ સમગ્ર દેશ અને દુનિયામાં આપ્યો છે. કોઇ પણ દેશ કે રાજ્ય હોય ધર્મસત્તા અને રાજ્ય સત્તા સાથે મળીને કામ કરે છે ત્યારે ત્યાંની પ્રજા ચોક્કસ સુખાકારી મેળવે છે.

આ ઉપાશ્રયના ઉદઘાટન પહલે રતનપર ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ 6 ફુટ પહોળા અને અંદાજે 54 ફુટ લાંબા ધ્વજ દ્વારા લોકોને અહિંસા અંગેનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. તેમજ ઉપાશ્રયમાં ઉદાર હાથે દાન આપનારા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.