- જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું કરાયું લોકાર્પણ
- સુત્રાપાડા અને કોડીનાર તાલુકાની ટીબી મુક્ત પંચાયતોનું સન્માનપત્ર આપીને કરાયું સન્માન
- જીલ્લા કલેક્ટર, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
સુત્રાપાડા મુકામે ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા ક્ષય ચકાસણી માટે ટૂનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાની ટીબી મુક્ત પંચાયતોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુત્રાપાડા તાલુકાનાં રાખેજ, મટાણા, થોરડી, ખેરા, વાસાવડ સહિતના ગામો ટીબી મુક્ત થયા હતા.આ દરમિયાન કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, જિલ્લા ટી બી ઓફિસર શીતલ રામ, અધિક કલેક્ટર, પુરવઠા અધિકારી વાંડા, પ્રાંત અધિકારી ઉના-કોડીનાર પરમાર સાહેબ, ડો. સંજયભાઈ ગોહિલ સહિતના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુત્રાપાડા મુકામે ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા ક્ષય ચકાસણી માટે ટૂનાટ મશીનનું લોકાર્પણ અને ટીબી મુક્ત પંચાયતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ક્ષય ચકાસણી માટે ટૂનાટ મશીનનું લોકાર્પણ તેમજ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાની ટીબી મુક્ત પંચાયતોનું સન્માન ગિરસોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા સાહેબ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
ક્ષય રોગએ એક સમય માં કોરોનાની જેમ મહારોગ માં ગણવામાં આવતો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસો ભારત દેશમાંથી ટીબી નો રોગ નાશ પામે અને ટી બી મુક્ત ભારત બને તેવા પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે સુત્રાપાડા આરોગ્ય કેન્દ્રમાં આજ રોજ ટીબી ના રોગનું તાત્કાલિક પરીક્ષણ થાય તે માટે ટૂનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ મશીન થી દર્દી નું ટી બીના રોગ નું પરીક્ષણ તાત્કાલિક થાય છે. આ પહેલા ગુજરાત રાજયમાં બહુ જ ઓછા મશીનો આ પ્રકાર ના હતા અને ટી બી ના પરીક્ષણ માટે દર્દીના સેમ્પલ દૂર મોકલવામાં આવતા જેના રિપોર્ટ આપતા પણ એક બે દિવસ ની વાર લાગતી અને દૂર મોકલવાથી સેમ્પલ માં પણ ખામીઓ સર્જાતી પરંતુ હવે ગિરસોમનાથ જીલ્લામાં સુત્રાપાડા આરોગ્ય કેન્દ્રમાં આ મશીનનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેનો લાભ લોકો લ્યે અને ટી બી મુક્ત તાલુકો અને રાજ્ય બને તે માટે કલેકટર સાહેબ દ્વારા માહિતી આપવામાં આવેલ હતી.
ઉપરાંત સુત્રાપાડા તેમજ કોડીનાર તાલુકાનાં ગામો જે આજ સદંતર ટીબી મુક્ત બની ગયેલ છે તે ગ્રામ પંચાયતોના સરપંચઓ સભ્યોનું સન્માન પત્ર આપી અને સન્માન કરવામાં આવેલ હતું. જેમાં સુત્રાપાડા તાલુકાનાં રાખેજ, મટાણા, થોરડી, ખેરા, વાસાવડ, પીપળવા, આલીદ્રા, ભુવટિંબી, ગાંગેથા, મોરડીયા, કડસલા, બરુલા,બોસન, અમરાપુર, છગિયા, લોઢવા, નવાગામ, પાદરૂકા, લાટી ગામો તેમજ કોડીનાર તાલુકા ના પેઢાવાડા, આનંદપુર, ચૌહાણની ખાન, વલાદાર,પાવતી, દમલી, રોનાજ, જંતરખડી, પીપળવા બાવના, સરખડી, અડવી ગામો ટીબી મુક્ત થયા હતા જેના સરપંચો અને પ્રતિનિધિઓનું સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય કેન્દ્ર અને વહીવટી તંત્ર ગીર સોમનાથ જિલ્લા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જાડેજા , પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ઉપરાંત જિલ્લા ટી બી ઓફિસર શીતલ રામ, અધિક કલેક્ટર , પુરવઠા અધિકારી વાંડા, પ્રાંત અધિકારી ઉના કોડીનાર પરમાર, ડો. સંજય ગોહિલ, જિલ્લા CHO ગીર સોમનાથ, ડો. એમ. આર. પઢિયાર, THO સુત્રાપાડા, ઉપરાંત ગીરસોમનાથ ભાજપના મહામંત્રી દિલીપ બારડ, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનહર બારડ, નરેશકામળીયા, ઉપરાંત નગરપાલિકાના સભ્યો, કળાબારડ, કાનાભાઇ બારડ, કૈલાશરામ, સુત્રાપાડા તાલુકા મામલતદાર , ટીડીઑ , સુત્રાપાડા અને કોડીનાર તાલુકા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તેમજ સ્ટાફ ગણ તેમજ આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો ઉપરાંત સુત્રાપાડા અને કોડીનાર તાલુકા ના ટી બી મુક્ત થયેલ ગામોના સરપંચ તેમજ ગ્રંપંચાયત ના સભ્યો, વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.