અબતક, રાજકોટ
સૌરાષ્ટ્રનુ હબ ગણાતા રાજકોટના અતિવિકસિત હાર્દસમા 150 ફૂટ રીંગરોડ પર અત્યાધુનિક સાધનોથી સજજ 25 બેડ ધરાવતી મિરેકલ વુમન્સ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને અનુભવી પ્રસુતિ નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જોખમી પ્રસુતિ મેનેજમેન્ટ અને પ્રસુતિ માટે ઓબ્સ્ટેટ્રિક આઈ.સી.યુ. યુનિટ સમગ્ર ગુજરાતમાં ફકત આ હોસ્પિટલમાં જ કાર્યરત છે.
સાત હજાર સ્કવેર ફૂટ કાર્પેટ ધરાવતી વૈશ્ર્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ અત્યાધુનિક સાધનોથી સજજ મિરેકલ વુમન્સ હોસ્પિટલમાં 365 દિવસ ચોવીસ કલાક તબીબોની અવિરત સેવા મળી રહેશે.
હોસ્પિટલમાં એ.એચ.યુ. સાથે આધુનિક બે મોડયુલર ઓપરેશન થીયેટર, સ્પે. ડીલક્ષ તેમજ સ્યુટ રૂમની સુવિધા, દરેક રૂમમાં સેન્ટ્રલ ઓકસીજન સપ્લાય ઉપલબ્ધ કરાઈ છે. બર્થિન્ગ બોલ, બર્થિન્ગ ચેર, સ્ટેપ લેડર અને અલ્ટ્રા મોર્ડન લેબર ટેબલની મદદથી જોખમી પ્રસૂતિ પણ વધુ સરળ બનશે. અગત્યની બાબત એ છેકે હોસ્પિટલમાંજ ફિટલ મેડિસિન સેન્ટર ઉભુ કરાયું છે. જેમા સોનોગ્રાફી નિષ્ણાંત દ્વારા જન્મ પહેલા બાળકનું મૂલ્યાંકન, દેખરેખ તથા કાળજી રાખી શકાશે સાથે લેપ્રોસ્કોપી સેન્ટર પણ ચાલુ રહેશે. બાલાજી હોલ સામે આવેલ આ હોસ્પિટલમાં ડો.કેતન ગોસાઈ,ડો. બકુલ ચોથાણી, ડો. પંકજ કોટડીયા, ડો. ભૌતિક ઝાલાવડીયા, ડો. દર્શન સુરેજા, ડો. રમેશ કછટીયા, ડો.નિલેશ આહિર, ડો.કૈલાશ ઓચવાણી, તથા ડો.હિના માકડીયા તબીબી સેવાઓ આપશે તેમ એક યાદીમાં જણાવાયું છે.