જાદુગરની દુનિયામાં આગવું સ્થાન અને નામ ધરાવતી મહિલા જાદુગર આંચલના મેજિક શોનો લાલબહાદુર શાસ્ત્રી મેદાનમાં આવેલી લેડીઝ કલબ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. રાજકોટનાં મેયર શ્રીમતી બિનાબેન આચાર્યએ જાદુગર આંચલના મેજિક શોનું ઉદ્દઘાટન કર્યું હતું.અતિથી વિશેષ તરીકે ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી તથા ભાજપ કાર્યાલય મંત્રી હરીશભાઈ જોષી તથા કોર્પોેરેશન ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર તથા ચા‚ પબ્લીસીટીનાં હરીશભાઈ પારેખ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેયર શ્રી બિનાબેન આચાર્યનું સ્વાગત મનીષ એડનાં નિલેષભાઈ ત્રિવેદી તથા ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણીનું  સ્વાગત ચા‚ પબ્લીસીટીનાં મૌલિકભાઈ પારેખે કર્યું હતું. આ પ્રસંગે બિનાબેન કહ્યુ હતું કે જાદુની દુનિયા નોખી અનોખી છે.જયારે મનોરંજનના સાધન ઉપલબ્ધ નહોતાં ત્યારે જાદુની દુનિયાની બોલબાલા હતી.આજે હવે મનોરંજનના સાધનો ટીવી ચેનલો સાથે ઘરના દિવાનખંડ સુધી પહોંચી ગયા છે.ત્યારે પર જાદુની દુનિયામાં દબદબો યથાવત રહ્યો છે.રાજકોટની પ્રજા રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત જાદુગર આંચલના મેજિક શોનો લ્હાવો અવશ્ય લેશે તેવો આશાવાદ વ્યકત કર્યોે હતો.શહેર ભાજપ પઆમુખ કમલેશભાઈ મિરાણીએ આપ્રસંગે કહ્યું હતું કે સામાન્ય રીતે જાદુની દુનિયામાં પુ‚ષોનું વર્ચસ્વ વધુ હોય છે.પણ હવે મહિલાઓ પણ આક્ષેત્રમાં આગળ વધી રહી છે.જાદુગર આંચલે આ દિશામાં વિશ્ર્વફલક પરનામના મેળવી છે તેમ જણાવી તેઓએ જાદુગર આંચલને શુભકામનાઓ પાઠવી હતી. જાદુગર આંચલનાં શો રોજ રાત્રે ૯.૩૦ કલાકે તથા બુધ,શનિ, રવિ ૬.૩૦ કલાકે તથા ૯.૩૦ કલાકે રહેશે.એડવાન્સ બુંકીગનો સમય સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ સુધીનો રહેશે.વધારાની માહિતી માટે ગિરધારીભાઈ કુમાવત મો.૭૯૮૫૩૨ ૮૩૯૯ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.