સિટી પોલીસ અને રેન્જ પોલીસ વચ્ચે મેચ સાથે ડીજી કપનો પ્રારંભ
રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સુવિધા વધારા માટે ગ્રાઉન્ઢમાં પેવેલીયન બનાવવામાં આવતું હતું. ઉદઘાટન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે રાજકોટ સીટી પોલીસ અને રાજકોટ રેન્જ પોલીસ વચ્ચે ડીજી કપનો શુભારંભ પણ પોલીસ કમિશ્નર ની ઉ૫સ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મનોજ અગ્રવાલ (પોલીસ કમિશ્નર) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ ગ્રાઉન્ડ ખાતે નાઇટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે બેસવા માટે પેવેલીયનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે રાજકોટ રેન્જ અને રાજકોટ સીટી પોલીસની એક ડીજી કપનો પ્રથમ ટુર્નામેન્ટ છે. માળખાકિય સુવિધા વધારી દેવાની સાથે સાથે પીચમાં સુધારા કરવા માટે રોલર પણ લેવામાં આવ્યા છે. જેના લીધે ગ્રાઉન્ડ પણ સારુ થઇ ગયું છે. પોલીસના માણસો તથા પરિવાર પણ સંપૂર્ણ લાભ લઇ શકે. સાથે મને જણાવતા આનંદ થાય છે કે આ ગ્રાઉન્ડની ડીમાન્ડ પણ વધતી જાય છે. ઘણા બધા એન્જીઓ તથા ગ્રુપે આ ગ્રાઉન્ડની માંગણી કરી છે. અમને સમય મળે છે. ત્યારે અમે આપીએ છીએ.