રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી ચિંતામણી પાશ્વનાર્થ જિનાલય (મણીયાર દેરાસર)ના આંગણે નુતન ઉપાશ્રય શ્રી માણિભદ્ર વીર જૈન આરાધના ભવનનું ભવ્યાતિત નિર્માણ કરવામાં આવેલ છે. કાલે શાસનસમ્રાટ પૂ. નૈમિસૂરી સમુદાયનાં પૂ. ક્રાંતિકારી વિચારક, પ્રવચન પ્રભાવક, અધ્યાત્મચિંતક મુનિરાજશ્રી જયપ્રભ વિજયજી (પૂ. જે. ગુરૂદેવ) મહારાજ આદિ ઠાણા, પૂ. સાધ્વીજી ભગવંત પૂ. શ્રી ઇન્દ્રયશાશ્રીજી મ. આદિ ઠાણાની પાવન નિશ્રામાં શ્રી માણિચંદ્ર વીર જૈન આરાધના ભવનનો ભવ્યાતિત ઉદઘાટન સમારોહ યોજવામાં આવેલ છે.
જૈન તપગચ્છ સંઘ સંચાલિત 13કરોડના ખર્ચે બનાવેલ પાર્શ્વનાથ જિનાલય આંગણે નૂતન ઉપાશ્રયનું કાલે ઉદ્ઘાટન
રથયાત્રા ધર્મ સભા દાતાઓનું સન્માન સંઘ જમણ સહિતના કાર્યક્રમોની તૈયારીઓનો ધમધમાટ
આ પ્રસંગે આગામોધ્ધારક સમુદાયનાં સ્વ. પૂ. સાધ્વીજી શ્રી સુયશાશ્રીજી મ.નાં શિષ્યા સાધ્વીજી શ્રી વિપુલયશાશ્રીજી મ., સાધ્વીજીશ્રી ધર્મશીલાશ્રીજી મ., પૂ. સાધ્વીજી શ્રી રમ્યશીલાશ્રીજી મ., પૂ. સાધ્વીજી શ્રી ભવ્યશીલાશ્રીજામ તથા સાધ્વીજા શ્રીભવ્યશીલાશ્રીજી મ. તથા સાધ્વીજી શ્રી પર્વયશાશ્રીજી મ. આદિ ઠાણાને પધારવા વિનંતી કરાયેલ છે.ઉદઘાટન કાલે સવારે 8 વાગે જિલ્લા પંચાયત ચોકથી રથયાત્રા વાજતેગાજતે મણીયાર દેરાસરે આવશે તથા સવારે 9.30 કલાકે નૂતન જૈન ઉપાશ્રયનું લાભાર્થી પરિવાર દ્વારા ઉદઘાટન કરાશે, સવારે 10 વાગે ધર્મસભા તથા મહેમાનો, દાતાઓનાં સન્માન કરાશે.ઉપાશ્રયનાં પ્રેરણાદાતા આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવિજયસુરીશ્વરજી મહારાજા છે.
કાલે ચૌધરી હાઇસ્કુલનાં પટાંગણમાં વારાણસી નગરી ઉભી કરવા ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યાં બપોરે રાજકોટનાં તમામ મૂર્તિપૂજક જૈન સંઘોના શ્રાવક-શ્રાવિકાઓ માટે સ્વામિવાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરાયું છે.નૂતન જૈન ઉપાશ્રયના ઉદઘાટનમાં વિનોદચંદ્ર રસિકલાલ શેઠ અને સુશીલાબેન વિનોદચંદ્ર શેઠ પરિવારે લાભ લીધો હતો. જ્યારે સમસ્ત ધર્મસભાના પ્રમુખ તરીકે સમાજરત્ન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈ (ચા વાળા), પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, જયેન્દ્રભાઈ દોશી, કેતન કોઠારી, કેતનભાઈ વોરા, જયેશભાઈ દોશી, મહાસુખભાઈ રામાણી, નીતિન દેસાઈ, મહેશભાઈ શાહ, મહેન્દ્રભાઈ શાહ, જહેમત ઉઠાવી રહ્યા હતા.
ચિરાગ શાહ, દીપકભાઈ સંઘવી, જયેન્દ્રભાઈ ખીલોસીયા, કમલેશભાઈ લાઠીયા, કિશોરભાઈ શાહ, તેમજ મણિયાર દેરાસરના ક્ધવીનર અરૂણભાઈ દોશી, જીતુભાઈ મારવાડી, અમિત શેઠ, દીપકભાઈ મહેતા, મયુરભાઈ ફોફરીયા, પ્રફુલભાઈ દામાણી, હરેન્દ્રભાઈ શાહ, રણજીતભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધંધુકિયા, રાજેશભાઈ શાહ, જગન્નાથ જિનાલયના ક્ધવીનર તરૂણભાઇ કોઠારી, જયંતભાઇ મહેતા તથા કમીટી મેમ્બર, પટ્ટણી દેરાસરનાં ક્ધવીનર દિલીપભાઇ ટોળીયા તથા શ્રેણિકભાઇ દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.