જૂનાગઢની જૂની જનાના હોસ્પિટલની ઐતિહાસિક ઇમારતમાં કચરો લઈને આવનારને પીરસાશે નાસ્તો-ઠંડા પીણા

જૂનાગઢમાં આજે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનાં રૂપ માં દેશનું સર્વપ્રથમ પ્લાસ્ટિક મુક્ત સમાજ અભિયાન ની એક આગવી પહેલ કરવામાં આવી છે, તેમાં કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિક લઈને આવે તેને પૈસા નહીં પણ નાસ્તો અને ભોજન આપવાની આપણી પ્રાચીન બર્ટલ સિસ્ટમ મુજબ પ્લાસ્ટિક મુક્ત અભિયાન નું આજે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો

1656562058326

જુનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા સૌપ્રથમ વાર પ્લાસ્ટિક ના બદલે નાસ્તાની યોજના નો વિચાર મૂકવામાં આવ્યો ત્યારે સર્વોદય સખી મંડળ દ્વારા આ અભિયાનમાં પોતાનું યોગદાન આપવાનુંબીડું ઝડપવામાં આવ્યું ,તંત્ર અને સર્વોદય સખી મંડળના સયુંકત ઉપક્રમે જૂનાગઢની જનાના હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજે ગુજરાતના રાજ્યપાલ ના હસ્તે તેનું ઉધઘાટન કરવા માં આવ્યું હતું આ કાફે માં અડધો કિલો પ્લાસ્ટીક લઈને આવનાર વ્યક્તિને લીંબુ શરબત અથવા તો વરિયાળી નું શરબત કિલો પ્લાસ્ટીક લઈને આવનાર ને ઢોકળા અથવા તો બટેટા પૌવાની ડીશ આપવામાં આવશે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે માં પ્લાસ્ટિક લઈને આવનાર કોઈપણ વ્યક્તિને સારી બેઠક વ્યવસ્થા અને સન્માન સાથે નાસ્તો કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

1656562058344

સખી મંડળના સંચાલક રેખાબેન સોલંકી એ જણાવ્યું હતું કે પ્રાકૃતિક પ્લાસ્ટિક પાસે નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હવે ધીરે ધીરે આ અભિયાન વધુ આગળ લઈ જવાશે અહીં ઓર્ગેનિક શાકભાજી થી લઈને પ્રકૃતિ પ્રેમી આહાર ની આખી વ્યવસ્થા નું સંકલન કરવામાં આવશે જુનાગઢ અને આસપાસના પ્રકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ઓર્ગેનિક વસ્તુ વેચતા વેપારીઓ સાથે સંકલન કરીને પ્રાકૃતિક પ્લાસ્ટિક સાથે નું વધુમાં વધુ વિસ્તરણ કરવામાં આવશે દેશ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગાંધીજીના સ્વચ્છતા અભિયાન ને રસ્તાથી લઈ રસોડા સુધી અને શુદ્ધ આહાર નું આખેઆખું પેકેજ જ જાણે કે જુનાગઢમાં સાકાર થઈ રહ્યું હોય તેમ જૂનાગઢની પ્રાકૃતિક પ્લાસ્ટિક સાથેની રાષ્ટ્રીય કક્ષાએ પહેલ પ્લાસ્ટિક વેસ્ટ ના સકારાત્મક નિકાલની સાથે સાથે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અને શુદ્ધ આહાર જેવા અનેકવિધ હેતુ એક સાથે સિદ્ધ કરવા નિમિત્ત બનશે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિતરાજ દ્વારા પ્રસ્થાપિત આ વિચારબીજ સમગ્ર રાષ્ટ્ર જ નહીં પરંતુ દુનિયામાં જ્યાં પ્લાસ્ટિક અને પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યાં સમગ્ર વિશ્વ માટે જૂનાગઢની આ પહેલ એક પ્રેરણા રૂપ બની રહેશે તેમાં બેમત નથી

પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેથી પ્રાકૃતિક ખેતી તરફ વળશે, પર્યાવરણની જાગૃતિ આવશે, મહિલાઓને રોજગારી મળશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

1656565289020

જુનાગઢ જિલ્લા કલેક્ટર રચિતરાજ દ્વારા સૌપ્રથમવાર પ્લાસ્ટિકના બદલે નાસ્તાની યોજનાનો વિચાર મુકવામાં આવ્યો. સર્વોદય સખી મંડળના સંયુક્ત ઉપક્રમે જુનાગઢની ઝનાના હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજે ગુજરાતના રાજ્યપાલના હસ્તે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યપાલએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર્યાવરણ શુદ્વી માટે કામ કરી રહ્યા છે અને હું પણ પ્રાકૃતિક ખેતી પ્રચાર કરી રહ્યો છે. ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આજે જૂનાગઢ વહિવટ તંત્ર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે શરૂ કરી દેશમાં પહેલ કરી છે. આખા દેશમાં નોંધ લેવાશે. મહિલાને રોજગારી મળશે. પર્યાવરણથી લોકો જાગૃતિ થશે. તેમણે અંતમાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અભિનંદન પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.