સશસ્ત્ર સેના ધ્વજદિન Dt. 07 12 2018 Rajkot 4

દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર બહાદુર સૈનિકોના પરીવારજનો સ્વમાનભેર અને સુરક્ષીત રીતે પોતાનો જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર ૦૭ ડીસેમ્બરના રોજ સમગ્રે દેશમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિન Dt. 07 12 2018 Rajkot 3 2

રાજકોટ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૧૮-૧૯ નો પ્રારંભ આજ રોજ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો. દેશસેવા કાજે રાજકોટ વાસીઓ ઉદાર હાથે દાન આપી સૈન્યને મદદરૂપ બને તેવો જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ અનુરોધ કર્યો હતો.

સશસ્ત્ર સેના ધ્વજદિન Dt. 07 12 2018 Rajkot 2

સશસ્ત્ર સેના ધ્વજદિન અંતર્ગત નાગરિકો, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, ખાનગી ક્ષેત્રો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દાન સ્વરૂપે ભંડોળ એકત્રિત કરવામાં આવે છે. આ એકત્રિત થયેલ ભંડોળ દેશની રક્ષા કાજે સરહદ પર ફરજ બજાવતા વીર જવાનો, શહીદ જવાનોના પરિવારજનોના, ઘવાયેલા સૈનિકો, તેમજ પૂર્વ સૈનિકોના કલ્યાણકારી કામગીરી અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે.

સશસ્ત્ર સેના ધ્વજદિન Dt. 07 12 2018 Rajkot 1

આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનો સ્ટાફ તેમજ એન. સી. સી.ના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.