- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો થયા સહભાગી: ચિંતન શિબીરના સમાપનના દિવસે શનિવારે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓને એવોર્ડ અપાશે
વહિવટી અને પ્રશાસનિક કાર્યને નવી દિશા આપવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચિંતન શિબિર યોજવાની પરંપરા શરૂ કરી હતી. આ પરંપરાને યથાવત રાખવામાં આવી છે. આજથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આરંભ થયો છે. ચિંતન શિબિરમાં અલગ-અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીરનો આજથી પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આરંભ થઇ ગયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સદસ્યો-વરિષ્ઠ સચિવો-ખાતાના વડાઓ-જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે. ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી કરવામાં આવશે. રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે.
સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે. શિબીરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર આજે ગુરૂવારથી 3 દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથમાં આરંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહિવટી અને પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવી દિશા આપવા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003થી ચિંતન શિબીરની શૃંખલા શરૂ કરાવી છે. આ પરંપરાને આગળ વધારતાં 11મી ચિંતન શિબીર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સક્રિય સહભાગીતાથી યોજાવાની છે.
આ 11મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.
આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.