- હોસ્પિટલમાં ૫૦ આઈસીયુ સહિત ૧૧૦ બેડની સુવિધા
- અદ્યતન કેથલેબ, ઈકો વીથ ફોરડી પ્રોબ, ડિજિટલ એકસ-રે વગેરે સગવડો વ્યાજબી ફીમાં અપાશે
- મણકાની સર્જરી, કાર્ડીયોલોજીસ્ટ, કાર્ડીયોથોરેસીક તથા વાસ્કયુલર સર્જનની સેવા
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ સામે સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દરેક પ્રકારની સુવિધા અત્યંત વ્યાજબી ફીમાં ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ૬ વિભાગના ૧૨ ડોકટરો દ્વારા સેવા આપી રહ્યા છે.જેમાં મગજ તથા મણકાના સર્જન, કાર્ડીયોલોજીસ્ટ, કાર્ડીયોથોરેસીક તથા વાસકયુલર સર્જન, ગેસ્ટ્રોસર્જન, કિટીકલ કેર મેડિસીન, ઓર્થોપેડીક, ટ્રોમા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન વગેરે ફેકલ્ટી એમની સેવાઓ આપવામાં આવશે.
તે ઉપરાંત ઉદઘાટન સમયે દેશના શહિદોને યાદ કરીને શહિદોના પરિવારજનોને અહિંની ડોકટર ટીમ દ્વારા દરેક પ્રકારની ટ્રીટમેન્ટમાં તથા મેડિસીનમાં ખાસ લાભ આપવામાં આવશે તથા આ હોસ્પિટલમાં દર્દીઓને વ્યાજબી ફીમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ૧૧૦ બેડની છે. જેમાં ૫૦ આઈસીયુ બેડ છે. ૧૫ વેન્ટી મશીન છે. અદ્યતન કેથલેબ, ઈકો વીથ ૪ડી ટી પ્રોલ, ૫ મોડયુલર ઓપરેશન થિયેટર, ડિજીટલ એકસ-રે, બ્લડ સેમ્પલ તથા દવાઓ માટે આધુનિક તથા ઝડપી ટ્રાન્સફર સુવિધા, અદ્યતન અને સુસજજ આઈસીયુ તથા આઈસીયુ એમ્બ્યુન્સ તથા અકશન મશીન પણ છે.
હોસ્પિટલમાં દરેક લોકોના બજેટને અનુકુળ રહે તે માટે ડિલકસ, સ્યુટરૂમ, જનરલ બોર્ડ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે તથા ખાસ પ્રકારના રોગો માટે અલગથી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.