પેઈન લેસ,બ્લડ લેસ અને ટચ લેસ
કોન્ટુરા ટેકનોલોજીથી બે તાળા નંબર પણ સરળતાથી ઉતારી શકાશે
સૌ પ્રથમ વખત આંખનાં નિષ્ણાંત ડોકટરો દ્વારા એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આંખના આઠ નિષ્ણાંતો ડો સાથેનો સૌ પ્રથમ સંયુક્ત પ્રયાસ છે આંખના નંબર ઉતારવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સ્યોર સાઈટ લેઝર સેન્ટરનો શુભારંભ તા 19 ફેબ્રુઆરી રવીવારના રોજ આજે અક્ષર માર્ગ ખાતે કરવામાં આવ્યો છે.
ડો ભાવેશ સોલંકી, ડો ચેતન હિંડોચા, ડો પિયુષ ઉનડકટ, ડો જતીન પટેલ, ડો શૈલેષ પટેલ, ડો ધર્મેશ શાહ, ડો હેમલ કણસાગરા અને ડો સુકેતુ ભપલ આઠ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા અધ્યતન ટેકનોલોજીની દર્દીઓની સારવાર કરવામાં આવશે જેમાં ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાત ભરના દર્દીઓને લાભ મળશે ફક્ત દર્દીઓ જ નહીં પરંતુ નવા યુવા ડોક્ટરોને પણ પ્રેક્ટિસ તેમજ સેમિનાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ ઉદ્ઘાટન સમારોહમાં ડો દર્શિતા શાહ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ડો ધર્મેશ શાહે અબતકનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય આધારિત ઉપયોગી માહીતી દ્વાર તેઓ હમેશાં લોકોમાં જાગૃતતા લોકોમાં ફેલાવતા રહે છે.
યુવા પેઢીને પણ અદ્યતન ટેકનોલજીનું જ્ઞાન મળે તે મુખ્ય ઉદ્દેશ: ડો ભાવેશ સોલંકી
ડો ભાવેશ સોલંકીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંયુક્ત પ્રયાસ કરવાનું મુખ્ય હેતુ એ છે કે આંખના નંબર ઉતારતું આ મશીન ખૂબ જ મોંઘું હોવાથી સંયુક્ત પ્રયાસ દ્વારા દર્દીઓને ઓછા ખર્ચે સચોટ સારવાર આપી શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવા પેઢી કે જેઓ ડોક્ટર બનવા જઈ રહ્યા છે તેઓને પણ મશીન દ્વારા આદ્યતન ટેકનોલોજીનુ જ્ઞાન પ્રાપ્ત થાય તેવા અમારો મુખ્ય ઉદ્દેશ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર્દીઓની આંખના નંબર ઉતારાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આ લેબ વિકસાવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય.
લેબમાં દર્દીઓને ઓછા ખર્ચે અને સારૂ વિઝન આપતી લેટેસ્ટ ટેકનોલોજીની સુવિધા: ડો પિયુષ ઉનડકટ
ડો પિયુષ ઉનડકટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શ્યોર સાઇટ લેઝર લેબમાંઆંખના નંબર ઉતરવા માટેનું લેટેસ્ટ મશીન કોન્ટુરા ટેક્નોલોજીથી કાર્યરત છે. આ મશીન વિશ્વનું અદ્યતન મશિન છે. આ મશીન દ્વારા ચોકસાઈથી અને સચોટપૂર્વક નિદાન કરી શકાય છે. આ મશીન દ્વારા દરેક દર્દીને સેવા આપી શકે તે માટેનો પ્રયાસ કર્યો છે.
જુની ટેકનોલોજી થી પણ આંખની સારવાર થતી હતી પરંતુ કોંટૂરા ટેકનોલોજી દ્વારા કીકીની સપાટીને વધુ સ્મૂધ કરી નિદાન કરવામાં આવે છે જેને કારણે આંખની દ્રષ્ટિ પણ ખૂબ જ સારી આવે છે જે આ મશીનની ખાસિયત છે. બીજુ ઘણા દર્દીઓને વાઢકાપથી ડર લાગતો હોય છે ત્યારે આ મશીન દ્વારા ટચ લેસ સારવાર કરવામાં આવે છે. ત્રીજી વિશેષતા આ મશીનની એ છે કે તેમાં કસ્ટમ ક્યૂ વિકલ્પને કારણે બેતાળા નંબર પણ ઉતારી શકાય છે.