ઇન્ડસ્ટ્રીના 30 થી વધારે એકપર્ટ દ્વારા 1પ થી વધુ કોલેજોમાં પ000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 કલાકથી વધુનો સેમિનાર
વિજ્ઞાન ગુર્જરી દ્વારા ફેસ્ટ 2022 નું ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટનો મુખ્ય ઉદેશ્ય સ્ટુડન્ટ માં શિક્ષણ અને ઇન્ડસ્ટ્રી વચ્ચેનો પુલ બનાવવાનો અની વિઘાર્થીમાં નવું નવું કરવા માટેની પ્રેરણા મળે તે માટે મોટીવેશન કરવાનો છે. કોઇપણ દેશના વિકાસ માટે વિજ્ઞાન નો અમુલ્ય ફાળો રહેલો હોય છે. તેથી વિઘાર્થીઓમાં વધારે વધારે વિજ્ઞાન પ્રત્યે રૂચિ જાગે તે હેતુસર આ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન ગુર્જરી દ્વારા આયોજીત ફેસ્ટ-2022 ના ઉદઘાટન પ્રસંગે જીગ્નેશ બોરીસાગર, ઓગેનાઇઝર દ્વારા ફેસ્ટની વિગત આપવામાં આવી એસ્ટ-2022 ને સ્પર્ધાત્મક અને વિશિષ્ટ એમ બે ભાગમાં વહેચવામાં આવી છે. જેમાં ખાસ સલાહમાં ઇડસ્ટ્રીના 30 થી વધારે એકસપર્ટ દ્વારા વિવિધ 1પ થી વધારે યુનિવસિટી- કોલેજમાં પ000 થી પણ વધારે સ્ટુડન્ટ ને 75+ કલાકથી પણ વધારે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધાને ચાર ભાગમાં વહેચવામાં આવી છે જેમાં સમાજને મદદરુપ થઇ શકે તેવા વિવિધ શોધ ખોળો, હાર્ડવેર, સોફટવેર, સંયુકિત કરણનું હાર્ડવેર અને સોફટવેર વગેરે વિચારો રજુ થયા.
ઉદઘાટન ના પ્રસંગે જયંત વીલા, વી.કે.શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સેલર એમ.એસ. યુનિવર્સિટી, પુજય રામકૃષ્ણ સ્વામી, ગુરુકુળ ગાંધીનગર, સંદીપ જી વાઇસ ચાન્સેલર, ધર્મેશ ડાયરેકટર એસએસઆઇટી હિરમય મોહનતા સીઇઓ ડો. વિઘાઘર વૈદ્ય, ડો. ચૈતન્ય જોશી, પ્રેસિડેન્ટ, વિજ્ઞાન ગુર્જરી ડો. પ્રશાંત કુંજડીયા, સચિવ વિજ્ઞાન ગુર્જરી તથા આશરે 300 થી વધારે વિઘાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટના રજીસ્ટ્રેશનના માટે તશર.જ્ઞલિ.શક્ષ વેબસાઇટ પરથી કરવામાં આવશે. તથા વધારે માહીતી માટે ઇવેન્ટ ના ઓગેનાઇઝર જિગ્નેશ બોરીસાગર, અક્ષયભાઇ જોશી, હિરેનભાઇ રાજગુરુ, તથા ડો. શ્ર્વેતા શાહનો સંપર્ક કરવાનો રહેશ.