અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં રૂ. 11 કરોડના ખર્ચે બનેલી અદ્યતન એપીએમસીનો મંગળવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ રાઈડો, એરંડા, મગ સહિતની આવક જોવા મળી હતી. વેપારીઓ દ્વારા મૂર્હુતમાં સારા ભાવે ખરીદી કરવામાં આવતા વિસ્તાર ખેડૂતોમાં આનંદ લાગણી છવાઈ ગઈ હતી.ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતોની વર્ષોથી એપીએમસી બનાવાની માગણી હતી. ત્યારે 50 મુદા અમલી કરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજાના પ્રયાસથી રૂ.11 કરોડના ખર્ચે અદ્યતન માર્કેટિંગ યાર્ડ બનાવામાં આવ્યું છે.

કપાસ, રાઈડો,એરંડા, મગ સહિતની જણસીના મુહુર્તના સોદા

ત્યારે વિસ્તારના ખેડૂતોની માગને લઈને તાત્કાલિક એપીએમસીની હરાજીનો પ્રારંભ કરવાનું નક્કી કરી ધારાસભ્ય પરસોતમ સાબરિયા, એપીએમસીના ચેરમેન મહેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન કનકસિંહ ઝાલા, દેવલપાલસિંહ ઝાલા, હસુભાઈ પટેલ, કાન્તિભાઈ પટેલ, પપ્પુભાઈ ઠાકોર, રધુભા ડી.ઝાલા, શક્તિસિંહ ઝાલા, વાઘજીભાઈ પટેલ, વિક્રમસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સ્વામીનારાયણ ગુરૂકુળના નારાયણ સ્વામી, રામમેહમંદિરના મહંત સહિત મોટી સંખ્યામાં સંતોના આશીર્વાદથી માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો મંગળવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

યાર્ડમાં ખેડૂતોને અદ્યતન સુવિધા મળશે: આઈ.કે.જાડેજા

1643347822613

ધ્રાંગધ્રાના ખેડૂતોને ઘર બેઠા માલના સારા ભાવ મળે અને અદ્યતન સુવિધા માર્કેટિંગ યાર્ડમાં બેન્ક, રહેવા જમવાનું, પેટ્રોલ પમ્પ, દેશવિદેશના ભાવ મળી રહે તે માટે સુવિધા પ્રાપ્ત કરવામાં આવશે. કોરોના માહામારીને લઈને સાદગી પૂર્ણ રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતોના સહકાર દ્વારા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ટૂંક સમયમા રાજ્યના અગ્રણી માર્કેટિંગ યાર્ડમા ગણતરી કરવામાં આવશે.  તેમ આઇ.કે.જાડેજા, ચેરમેનએ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.