પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ: વ્યાખ્યાન હોલ, આરાધના હોલ સહિતની સંકુલમાં સુવિધા
રાજકોટના મીલપરા વિસ્તારમાં 7-અ, મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, પી.એચ.પી.એલ. વાળી શેરી રાજકોટ ખાતે શ્રી શીતલનાથ જૈન સંઘ ધર્મ સ્થાનક સંકુલનું ઉદધાટન તા. 19 જુન રવિવારના સવારે 9 થી 10.30 કલાકે થનાર છે. ત્યારે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલાં રાજેશભાઇ બાવીસી, રાજેશભાઇ મહેતા, સેજલભાઇ કોઠારી, કિરીટભાઇ દેસાઇ, ચેતનભાઇ દેસાઇ, અશોકભાઇ સંઘવી, પ્રશાંતભાઇ શેઠ, રજનીભાઇ બાવીસી વિગેરેએ કાર્યક્રમની વિશેષ વિગત આપી હતી.
અનંતાઅનંત ઉપકારી શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એવમ પુજય નિગ્રંથ ગુરુભગવંતની અનંતીકૃપાથી તથા અનેક શાસનપ્રેમીઓના વિશેષ સહયોગથી શ્રીસંઘને આંગણે. જીવને સિઘ્ધ બનવાની પ્રેરણા આપતાં આત્માને પરમાત્મા બનવામાં ઉત્સાહ પ્રેરણાં, હૈયાને હર્ષિત કરતાં અને મનને ઉલ્લાસિત કરતાં ધર્મ સ્થાનક સંકુલના મંગલના મંગલ શુભારંભનો પાવનકારી પ્રસંગ આવી રહેલ છે.
જેમાં વ્યાખ્યાન હોલ, આરાધના હોલ, સ્વાઘ્યાય રૂમ, ગ્રંથાલય, આયંબિલ ભવન, ભોજનાશાળા, જૈન શાળા ખંડો આદિનું નિર્માણ થયેલ છે. આજના સમયના અતિ મહત્વના અને જરુરીયાતવાળા ધર્મસ્થાનક સંકુલના શુભ પ્રારંભ પ્રસંગે સર્વે શ્રીસંઘો તથા સાધર્મિકોને સહપરિવાર જૈન શાસન અનુમોદનાના આ મંગલ ઉદઘાટન મહોત્સવમાં લાભ લઇ પ્રસંગની શોભામાં અભિવૃઘ્ધિ કરવા પધારવા આત્મીયતા ભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.