નવી ગેન્ટ્રીથી મોટર સ્પિરિટ (એમએસ) અને હાઈ સ્પીડ ડીઝલ (એચએસડી)ની વધતી રિટેલ માંગને પહોંચી વળાશે રિફાઇનરીમાં આરોગ્ય, સલામતી, પર્યાવરણીય અને ફાયર (એચએસઈએફ)ના ધોરણોને મજબૂત બનાવશે
આંતરરાષ્ટ્રીય કક્ષાની નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ ગુજરાતમાં વાડીનાર રિફાઇનરીમાં તેમની સાતમી ગેન્ટ્રીનું ઉદ્ધાટન કર્યું છે. આ નવી ગેન્ટ્રીથી વ્હાઇટ ઓઇલ રોડ લોડિંગની ચાર ગેન્ટ્રીની સાથે બે એલપીજી રોડ લોડિંગ ગેસ્ટ્રી અને એક બ્લેક ઓઇલ લોડિંગ ગેસ્ટ્રીનો વાડીનારમાં સમાવેશ થયો છે. ચીફ એકિઝક્યુટિવ ઓફિસર ડો. એલોઇસ વિરાગ, રિફાઈનરીના ડિરેક્ટર અને હેડ પ્રસાદ પાનિકર અને ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ રિફાઇનરીના સભ્યોની સાથે આ નવી ગેસ્ટ્રીનું ઉદ્ધાટન કર્યું હતું.
ઓપરેશનલ સલામતી સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ગેસ્ટ્રી તેના તમામ 8 બેયમાં એમએસ અને એચએસડી માટે બોટમ લોડિંગ સુવિધાની સાથે સાથે એમએસમાં 4 બેયમાં સ્વતંત્ર ઇથેનોલ સંમિશ્રણ ક્ષમતાઓથી સજ્જ હશે. આ સુવિધા લોડિંગ પ્રક્રિયા દરમિયાન વરાળ ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણમાં યોગદાન આપશે. ગેસ્ટ્રી એમએસ/એચએસડીની વધતી છૂટક માંગને પહોંચી વળવા અને નયારા એનર્જીના ઓપરેશન્સના એચએસઈએફ ધોરણોને વધારવા માટે બનાવવામાં આવી છે. આ સુવિધાથી ટેન્ક ટ્રકને ઝડપી ભરવાની પ્રક્રિયા સમર્થ બનશે.
નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, 6000થી વધુ ફયુઅલ સ્ટેશનો સાથે સૌથી ઝડપથી વિકસતા પાનઈન્ડિયા ખાનગી ઇંધણ રિટેલ નેટવર્કના રૂપમાં અમે અમારા ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પુરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને તેમના અનુભવને વિસ્તારીએ છીએ. આ નવી ગેસ્ટ્રી ડિસ્પેચ ક્ષમતામાં વધારો કરશે, સાથે સાથે સતત ઉત્પાદન સપ્લાય દ્વારા વધતી રિટેલ માંગને પહોંચી વળાશે.
નયારા એનર્જી મહારાષ્ટ્રના વર્ધામાં રેલ-ફીડ ડેપોની પણ માલિકી ધરાવે છે, જેની ક્ષમતા 16000 કેએલ છે. નયારા એનર્જીનો છૂટક વ્યવસાય એક ડીલરની માલિકીનો ડીલર સંચાલિત મોડલ છે, જે તેના છૂટક નેટવર્કના ઝડપી વિસ્તરણને સક્ષમ કરે છે. નયારા એનર્જી ભારતના ઊર્જા માળખાને મજબૂત બનાવવા અને તેના રિટેલ ફયુઅલ સ્ટેશનો પર સારા ઇંઘણ અનુભવની સાથે જોડાયેલા તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઇંધણ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
નયારા એનર્જી એ એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને આંતરરાષ્ટ્રીય સ્કેલની પેટ્રોકેમિકલ્સ કંપની છે, જેમાં હાઈડ્રોકાર્બન મૂલ્ય સાંકળની સુધારણાથી લઈને રિટેલમાં મજબૂત હાજરી છે. ઓગષ્ટ 2017માં, ભારતીય કંપનીને રોઝેફ્ટ ઓઇલ કંપની, વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફીગરા અને યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને આ રોકાણ ક્ધસોર્ટિયમ હતું.
કંપની હાલના 20 એમએમટીપીએની ક્ષમતા સાથે ગુજરાતના વાડીનાર ખાતે ભારતની બીજી સૌથી મોટી સિંગલ સાઇટ રિફાઇનરી ધરાવે છે અને ચલાવે છે. રિફાઇનરી એ વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે જેનો નેલ્સન જટિલતા સૂચકાંક 11.8 છે અને તે બંદર ઇન્ફાસ્ટ્રકચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે.