છાત્રો વિજ્ઞાનમાં રસ લેતા થાય તેવા હેતુથી
હેમ રેડિયોલાઇવ, સ્પેસ મોડેલ, ડ્રોન, થ્રીડી પ્રીન્ટર, વિકલાંગની ઓટોમેટીક સાયકલ, નેનો ટેકનોલોજી જેવા વિવિધ પ્રોજેકટ રજુ થયા: રવિવાર સુધી સવારે 9થી આખો દિવસ સુધી શાળા-કોલેજ અને વિજ્ઞાનમાં રસ લેતા પ્રદર્શન નિહાળી શકશે
વિજ્ઞાન ગુર્જરી, એવીપીટીઆઇ, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આજથી ધર્મેન્દ્ર કોલેજના કેમ્પસમાં આવેલી એવીપીટીઆઇ ખાતે વિજ્ઞાન પ્રદર્શનનો શુભારંભ આજથી કરવામાં આવેલ હતો. આ પ્રદર્શન ત્રણ દિવસ રવિવાર સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લુ રહેશે. આ પ્રદર્શનમાં હેમ રેડિયોલાઇવ, સ્પેસ મોડેલ, થ્રીડી કલર પ્રિન્ટર, વિકલાંગની ઓપોમેટીક સાયકલ, નેનો ટેકનોલોજી જેવા વિવિધ 40 થી વધુ વિજ્ઞાન પ્રોજેકટ મોડેલ રજુ કરાયા છે.
આજે પ્રથમ દિવસે રામકૃષ્ણ આશ્રમના સ્વામી મેધનાનંદ, ડો. એચ.એલ. પંડયા ભાવનગર પોલિટેકનીક, ડો. કે.જી. મારડીયા, પ્રિન્સીપાલ રાજકોટ ઇજનેર કોલેજ તથા એ.ડી. સ્વામીનારાયણ રાજકોટ પોલીટેકનીકના વરદ હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ તકે શાળા-કોલેજના વિશાળ છાત્રો હાજર રહ્યા હતા. આ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતીમાંથી બાળ વૈજ્ઞાનિકો ભાગ લઇને પોતાના વિજ્ઞાન ઇનોવેશનને રજુ કર્યા છે. ત્રણ દિવસમાં ર0 હજારથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો ભાગ લેવાના છે. ખાસ આ વિજ્ઞાન પ્રદર્શનમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને ઇશ્ર્વરીયા ખાતેના રીજીયોનલ સાયન્સ સેન્ટરની કૃતિ આકષણનું કેન્દ્ર બન્યા છે.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં ત્રણ દિવસમાં 11 પ્રકારની સ્પર્ધામાં વિજ્ઞાનની કવિતા, કાર્ટુન અને રંગોળી જેવી યોજવામાં આવશે. અને આ પરત્વેના કુલ 11 પરિસંવાદ પણ યોજાશે. અને આ પરત્વે અમદાવાદ યોજાતા હોય છે, પણ પ્રથમવાર રાજકોટ ખાતે યોજાયેલ હોવાથી વાલીઓએ સંતાનોને ખાસ બતાવવા જોઇએ. સમગ્ર આયોજનમાં ડો. ચૈતન્ય જોશી, જીજ્ઞેશ બોરીસાગર, પ્રદિપભાઇ જોશી, ડો. નિકેશ શાહ, ડો. એચ.એચ. ભટ્ટ, રશ્મિ તન્ના, ભગીરથ ભટ્ટ, પુનમબેન સોનેજી, એચ.જી. અગ્રાવન, દર્શિતા પાઠક, ચિંતન પંચાસરા, કિશન દવે, નિસર્ગ રાવલ અને છત્રપાલ બારડના માર્ગદર્શન તળે વિવિધ કમીટી આયોજન સંભાળી રહ્યા છે. ત્રણ દિવસમાં ર0 હજારથી વધુ છાત્રો પ્રદર્શનની મુલાકાતે લેશે.
છાત્રોની વિજ્ઞાનમાં રૂચિ વધે તેવો અમારો પ્રયાસ: ડો. નિકેશ શાહ
પ્રદર્શન વિશે વિસ્તૃત માહીતી આપતા અબતક ને ડો. નિકેશ શાહે જણાવેલ કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પરત્વે રસ રૂચિ વધે અને ભારતના મહાન વૈજ્ઞાનિકો વિશે છાત્રો જાણે એવો છે.
આવા પ્રદર્શનોથી છાત્રો વિજ્ઞાનના સંશોધન તરફ વળે એ જરુરી છે: પ્રદિપભાઇ જોશી
અબતક સાથેની વાતચીતમાં પ્રદિપ જોશીએ અબતકને જણાવેલ કે વિજ્ઞાન ગુર્જરી પ્રદર્શન થકી છાત્રો વિજ્ઞાનના વિવિધ સંશોધન તરફ વળે એ જરુરી છે. શિક્ષણમાં જ્ઞાન સાથે ગમ્મત દ્વારા બાળકો વિજ્ઞાન શીખે એવો અમારો મુખ્ય હેતું છે.