ઉદઘાટનમાં પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ રામકૃષ્ણ ઓઝાજીની
વિશેષ ઉપસ્થિતિ: મીડિયા સેન્ટરની જવાબદારી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.નિદત બારોટને સોંપાઈ
અબતક,રાજકોટ
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તાર માટે અલગથી મીડિયા સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું હતું . રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનનું મીડિયા સેન્ટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું . રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોડિયા સેન્ટર શરૂ કરવાની અને આ મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. નિદત્ત બારોટને સોંપી હતી . તેમને જવાબદારી સોપાયા બાદ પાંચ જ દિવસમાં રાજકોટમાં મીડિયા સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે .
સૌરાષ્ટ્રના આ મીડિયા સેન્ટરની કામગીરી સંભાળતા નિદત્ત બારોટે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મીડિયા સેન્ટર શરૂ કરાવ્યું . આ મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ઉપરાંત અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ રામકૃષ્ણ ઓઝાજી ઉપસ્થિત રહ્યા હતા . રાજકોટ જિલ્લાના પ્રભારી જામનગરના કોંગ્રેસી આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયા ખાસ હાજર રહ્યા હતા .
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ નેતા ગાયત્રીબા વાઘેલા , રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી કાર્યકારી અધ્યક્ષ સંજયભાઈ હજુડીયા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા , ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નીલુભાઈ સોલંકી , મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા,ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ડો . ચંદ્રકાંત વાઘેલા , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો . ધરમ કાંબલિયા , રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી , પ્રવીણભાઈ સોરાણી , અશોકસિંહ વાઘેલા , જાણીતા આગેવાન પરેશભાઈ પંડ્યા , યુવા આગેવાનો રોહિત રાજપૂત , બ્રિજેશ પટેલ , મયુર વાંક , રાજકોટ ગ્રામ્ય વિસ્તારના આગેવાન સુરેશભાઈ બથવાર , તુશીત પાનેરી , કૃષ્ણદત્ત રાવલ , મહિલા પ્રમુખ દિપ્તીબેન , ઉપરાંત શહેર જિલ્લાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.