કેબિનેટ મંત્રીઓ આર.સી.ફળદુ, જયેશભાઈ રાદડીયા અને ચેરમેન નરેશભાઈ પટેલ આપશે હાજરી: રાસ-કિર્તન અને હસાયરાનું પણ આયોજન

તબીબનો વ્યવસાય ધરાવતા કાલાવડના નામાંકિત અને ખ્યાતનામ આંખના સર્જન ડો.અનુરથ સાવલીયા તથા કાલાવડ તાલુકાના ખોડલધામના ક્ધવીનર અને ભામાશા તરીકે ઓળખ ઉભી કરનાર કાલાવડના લાખાભાઈ વેકરીયા તેમજ વર્ષોથી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા અને બહોળો અનુભવ ધરાવતા ભરતભાઈ ‚રૂપારેલીયાના સંયુકત ઉપક્રમે કાલાવડ શહેર તેમજ સમગ્ર તાલુકા અને આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય અને રમણીય તદન કાલાવડ શહેરથી નજીક અને રાજકોટ-કાલાવડ હાઈવે રોડ પર સેફરોન વિદ્યાસંકુલનું આયોજન કરી રહ્યા છે. જેમનું ભવ્ય ઉદઘાટન આગામી તા.૫ મેના રોજ યોજાશે.

PicsArt 04 27 08.51.25સેફરોન વિદ્યાસંકુલના ભવ્ય ઉદઘાટન પ્રસંગે સંતો-મહંતો સહિત કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કાલાવડ તાલુકાના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ તથા કાર્યક્રમના ઉદઘાટક તરીકે સમગ્ર લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિકસમા ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ તથા મુખ્ય અતિથિ વિશેષ ગુજરાત સરકારના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા હાજરી આપશે. તા.૫ને સાંજના ૫:૦૦ કલાકે પધારેલ મુખ્ય આમંત્રિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ ૫:૩૦ કલાકે સકૂલનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. જયારે ૬:૦૦ કલાકે મુખ્ય વકતાઓ દ્વારા ઉદબોધન કરવામાં આવશે. ત્યારબાદ સાંજના ૭:૦૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. ઉદઘાટન પ્રસંગ દરમિયાન સાથે સાથે હાસ્યના ચેમ્પિયન અજય જે.બારોટ દ્વારા હાસ્યરસ પીરસવામાં આવશે.

PicsArt 04 27 10.08.39

તેમજ તા.૩ને ગુરુવાર અને તા.૪ને શુક્રવારના સાંજે ૮:૦૦ કલાકે કાલિંદી વહુજી નટવરગોપાલ મહારાજના સાનિધ્યમાં રાસ-કિર્તનનું આયોજન કરવામાં આવેલ છે. સેફરોન વિદ્યા સંકુલના પ્રમુખ ડો.અનુરથ સાવલીયા તથા ઉપપ્રમુખ લાખાભાઈ વેકરીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ ‚રૂપારેલીયા દ્વારા કાલાવડ સહિત સમગ્ર વિસ્તારના લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.