1042 આવાસોનાં લાભાર્થીઓને નંબર ફાળવણી કરાશે: બીએલસી હેઠળ નિર્માણ પામેલા આવાસના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ અપાશે
રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ કુલ 3790 આવાસોનું લોકાર્પણ તથા 1042 આવાસોનો નંબર ફાળવણી ડ્રો ઉપરાંત બી.એલ.સી. હેઠળ નિર્માણ પામેલ આવાસોનો ગૃહપ્રવેશ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ અને હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે કાલે શનિવારના રોજ સવારે 11:15 કલાકે, પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે અવાસોનો ડ્રો, આવાસોના નંબર ફાળવણી માટેનો અન્ય એક ડ્રો તથા બી.એલ.સી. હેઠળના આવાસોનો ગૃહ પ્રવેશ અંગેનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે.
મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.167 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના 1808 આવાસોનું લોકાર્પણ, 1042 આવાસોનો નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી. હેઠળ રૂ. 17.04 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 487 આવાસોનો ગૃહ પ્રવેશ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ.એચ.પી. હેઠળ રૂ. 166.83 કરોડના ખર્ચે 1982 આવાસનું લોકાર્પણ અને બી.એલ.સી. હેઠળ રૂ.33.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 970 આવાસોનો ગૃહ પ્રવેશ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ મંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
મુખ્ય સ્ટેજ કાર્યક્રમ પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યોજાશે. જ્યારે (1.) આવાસ યોજના પ્લોટ નં.2ઇ, સીતાજી ટાઉનશીપ પાસે, અંબિકાનગર, 80 ફૂટ રોડ, મવડી, (2.) આવાસ યોજના પ્લોટ નં. 104, શિવધામ સોસા.સામે, વિમલનગર મેઈન રોડ, વસંત માર્વેલની બાજુમાં, (3.) આવાસ યોજના પ્લોટ નં. 446, રાણી ટાવર ની પાછળ, છઊં નગરની બાજુમાં યોગીનગરની પાછળ કાલાવડ રોડ, (4.) આવાસ યોજના પ્લોટ નં. જ3, દ્વારિકા હાઈટ્સની બાજુમાં, શ્રી કૃષ્ણ હવેલી પાસે, 150 ફૂટ રીંગરોડ ખાતે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ,રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ રાજકોટના કાલાવડ રોડ પર મુજંકા અને મોટામવા ખાતે ઇ.ડબલ્યુ.એસ.-1ના 1152 આવાસના કામો રૂ.7894 લાખના ખર્ચે અને ઇ.ડબલ્યુ.એસ.-2ના 830 આવાસના કામો રૂ. 8789 લાખના ખર્ચે પુર્ણ કરી કુલ 1982 આવાસોનુ લોકાર્પણ થશે.
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ, રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ હેઠળ રાજકોટના કાલાવડ રોડ પર મુજંકા,ટી.પી.17,ફા.પ્લોટ 73ખાતે ઇ.ડબલ્યુ.એસ.-1ના 784 યુનીટ(જી+7) અને ટી.પી.09,ફા.પ્લોટ 9એખાતેઇ.ડબલ્યુ.એસ.-1ના 288 (જી+8),ટી.પી.17,ફા.પ્લોટ 89ખાતે ઇ.ડબલ્યુ.એસ.-1ના 80 યુનીટ(જી+8) અનેઇ.ડબલ્યુ.એસ.-2ના 200(જી+8)યુનીટ,ટી.પી.17,ફા.પ્લોટ 80ખાતે ઇ.ડબલ્યુ.એસ.-2ના 350 યુનીટ(જી+14) અનેટી.પી.09, ફા.પ્લોટ 33એ ખાતે ઇ.ડબલ્યુ.એસ.-2ના 280 યુનીટ(જી+14) મળી કુલ 1982આવાસ માટે રૂ.16683 લાખની કિંમત વાળા આવાસોનુ કામ ગ્રીન બિલ્ડીંગ સંદર્ભ સાથે પુર્ણ કરેલ છે.