ટ્રસ્ટીઓ દ્વારા કિરીટભાઇ ગણાત્રાનું સન્માન કરાયું
પૂ. રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2013 થી નિ:શુલ્ક રઘુવંશી બ્યુરો ચલાવવામાં આવે છે. રાજકોટ- ગુજરાત તથા દેશના વિવિધ ભાગોમાં દરેક જ્ઞાતિના આગેવાનો મેરેજ બ્યુરોનું સંચાલન કરતા જ હોય છે. ગ્રેજયુએટસ, પોસ્ટ ગ્રેજયુએટ, એમ.બી.એ., એન્જીનયર્સ, પેરા મેડીકલ, મેડીકલ, સી.એ. ઉમેદવાર ઉપરાંત
સગાઇ વિચ્છેક, લગ્ન વિચ્છેક, વિધવા, વિધુર, શારીરિક વિકલાંગ ઉમેદવારો માટે આ સ્પેશ્યલ મેરેજ બ્યુરો છે. ઉપરાંત 40 વર્ષથી ઉપરની ઉમંરના ઉમેદવાર કે જેઓ થોડી બાંધછોડ કરવા તૈયાર છે. તે તમામ ઉમેદવાર આ મેરેજ બ્યુરોનો સંપર્ક કરી પોતાનું નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતિ પસંદગી સમારોહનું પણ આયોજન કરવામાં આવે છે. અને પૂ. ગુરુદેવના આશિર્વાદથી અત્યાર સુધીમાં 400 થી વધારે ઉમેદવારોએ પ્રભુતામાં પગલા પાડયા છે. હાલના સમયમાં માનવી-માનવી વચ્ચેનો વ્યવહાર, સબંધો, સમયનો અભાવ, કારકીદી પાછળની આંધળી દોટ, કુટુંબને મહત્વ આપવાને બદલે નોકરી ધંધો, અભ્યાસ, મોભો, ગામ, શહેર વગેરેને મહત્વ આપતા ઉમર વધતી જાય છે અને બાંધછોડ કરવા કોઇ તૈયાર થતા નથી.
યુવક-યુવતિઓમાં સમજશકિત અને સહન શકિત નો ખુબ જ અભાવ છે. જેના કારણે દાંમત્યજીવનમાં ખટરાગ ઉદભવે છે. જે એકદમ ક્ષુલ્લક કારણોને લઇ છુટાછેડામાં પરીણમે છે. આ તમામ બાબતોનો લઇને ટ્રસ્ટ દ્વારા રઘુવંશી સમાધાન પંચ નો પ્રારંભ જેમાં યુવક-યુવતિ ને યોગ્ય માર્ગદર્શન તેમજ કાઉન્સીલીંગ કરવામાં આવશે. જરુર પડયે તેઓના માતા-પિતા સાથે પણ કાઉન્સીલીંગ કરવામાં આવશે.
રઘુવંશી સમાધાન પંચ તેમજ રઘુવંશી નિ:શુલ્ક મેરેજ બ્યુરો માટે ટ્રસ્ટના ચેરમેન અજયભાઇ સંઘાણી, પરેશભાઇ તન્ના, સંજયભાઇ કકકડ, મીતલભાઇ ખેતાણી, પ્રફુલભાઇ ચંદારાણા, રમેશચંદ્ર પાંઉ, જયેન્દ્રભાઇ બદીયાણી, હિતેષભાઇ પોપટ, નટુભાઇ સુબા, નવનીતભાઇ રાજાણી, ભરતભાઇ દ્રોણએ સેવા આપી રહ્યા છે.
ઓફીસ કાર્યાલય પૂ. રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરી. ટ્રસ્ટ સંચાલીત નિ:શુલ્ક રઘુવંશી બ્યુરો તેમજ રઘુવંશી સમાધાન પંચ નિરવ કોમ્પલેકસ બીજો માળ હનુમાન મઢી ચોક ખાતે ચલાવવામાં આવે છે.
રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાશે
ધો. 8 થી ગ્રેજયુએશન વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીઓની વાકચાતુર્થ ખીલે, વકતૃત્વ કૌશલ્યતા ખીલે, તેવા ઉમદા વિચારોથી પૂ. રણછોડદાસજીબાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. વિઘાર્થી પોતે જે ગ્રુપમાં સમાવેશ થતો હોય તે ગ્રુપમાંથી વિષય પસંદ કરી તે વિશે બોલવાનું રહેશે. સ્પર્ધાનું સ્થળ: કોટક સભાગૃહ, ચૌધરી હાઇસ્કુલ કસ્તુરબા રોડ, ખાતે તા. ર0-11 ને રવિવારે બપોરે 3 કલાકે રાખવામાં આવેલ છે.
ઉપરોકત ચારેય ગ્રુપ માંથી પ્રથમ ક્રમાંક, દ્વીતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક જાહેર કરવામાં આવશે તેઓને રોકડ પારિતોષિક આપવામાં આવશે.આ વકતૃત્વ સ્પર્ધાના અનુસંધાન વધુ માહીતી માટે પ્રોજેકટ ચેરમેન રમેશભાઇ પાંઉ, તેમજ જયેન્દ્રભાઇ બદીયાણીનો સંપર્ક કરવાનો રહેશે.આ વકતૃત્વ સ્પર્ધાને સફળ બનાવવા માટે ટ્રસ્ટ ટ્રસ્ટી ગણ પરેશભાઇ તન્ના, ભરતભાઇ દ્રોણ, નટુભાઇ સુબા, નવનીતભાઇ રાજાણી, પ્રવિણભાઇ અઢીયા, સુનીલભાઇ શિંગાળા, કેતનભાઇ કોટક જહેમત ઉઠાવી રહ્યા છે.
ઉપરાંત રોકડ પારિતોષિક માટે રમેશભાઇ પાંડે જે બાળકો સ્પધામાં ઉપસ્થિત હશે તેઓ માટે ફુડ પેકેટ તેમજ કોલ્ડડીંક સંજયભાઇ કકકડ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. તેમ સંસ્થાના ચેરમેન અજયભાઇ સંધાણીએ જણાવેલ છે.