સામાજીક, સેવાકીય પ્રવૃતિઓમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું: સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોનું માર્ગદર્શન
રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રઘુવંશી સમાધાન પંચનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. તેની વિગતો આપવા ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા અજય સંઘાણી, રમેશ ચંદ્ર પાંઉ, જયેન્દ્રભાઇ બદીયાણી, પ્રફૂલ્લભાઇ ચંદારાણાએ વધુ વિગતો આપી હતી.
રણછોડદાસજી બાપુ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2013થી “નિશુલ્ક રઘુવંશી મેરેજ બ્યૂરો” ચલાવવામાં આવે છે.
સદર ટ્રસ્ટ દ્વારા મેરેજ બ્યૂરો ઉપરાંત “યુવક-યુવતિ પસંદગી સમારોહ” આયોજન પણ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ગુરૂદેવના આશિર્વાદથી 400થી વધારે ઉમેદવારોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે.
યુવક-યુવતીઓમાં સમજ શક્તિ અને સહનશક્તિનો ઘણો અભાવ છે. જેના કારણે દામત્યજીવનમાં ખટરાગ ઉદ્ભવે છે. જે એક્ટમ ક્ષુલ્લક કારણોને લઇ છૂટાછેડામાં પરીણમે છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ટ્રસ્ટ દ્વારા “રઘુવંશી સમાધાન પંચ” પણ તા.22/05ના રોજથી શુભારંભ કરવામાં આવનાર છે. જેમાં યુવક-યુવતિને યોગ્ય માર્ગદર્શન તથા કાઉન્સીલીંગ કરવામાં આવશે. જરૂર પડ્યે તેઓના માતા-પિતા સાથે પણ કાઉન્સીલીંગ કરી તેઓની ગેરસમજ દૂર કરી લગ્નજીવન યોગ્ય રીતે ચાલે અને છૂટાછેડાનું પ્રમાણ સમાજમાં ઓછું થાય તેવા શુભાશયથી રઘુવંશી સમાધાન પંચનો નમ્ર પ્રયાસ છે.
સમાનધાન પંચ માટે રઘુવંશી સમાજના મીતલભાઇ ખેતાણી, સંજયભાઇ કક્કડ, એડવોકેટ પ્રફુલભાઇ ચંદારાણા તથા ટ્રસ્ટના ચેરમેન અજયભાઇ સંઘાણી, અજયભાઇ સંઘાણી, રમેશચંદ્ર પાંઉ, નટુભાઇ સુબા, નવનીતભાઇ રાજાણી, સુનિલભાઇ શિંગાળા અને ભરતભાઇ દ્રોણ સેવા આપી રહ્યા છે.
આ માટે નિરવ કોમ્પ્લેક્સ બાલાજી ફરસાણની ઉપર દેવપુસ્પ મેડીકલ સ્ટોરની સામે, હનુમાન મઢી ચોક, રાજકોટ ખાતે દર રવિવારે સવારે 10 થી 12 સુધી સંપર્ક કરવા જણાવાયું છે.