રાષ્ટ્રીય કક્ષાના બે દિવસીય મનોવિજ્ઞાન મેળામાં ૧૩-૧૫ વ્યાખ્યાનો તજજ્ઞો દ્વારા અપાશે: દિવ્યાંગ બાળકો માટેની થેરાપી સેન્ટરમાં બાળકોમાં જોવા મળતી બોલવાની-સાંભળવાની સમસ્યા, એકલા એકલા હસવું, વધુ પડતો ગુસ્સો સહિતની તમામ સમસ્યાનું નિદાન થેરાપી દ્વારા કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા. ૨૭ના રોજ ગુરૂવારે સવારે મનોવિજ્ઞાન મેળો યોજાશે. ગુજરાત રાજ્યની ચાર યુનિવર્સિટીના કુલપતિઓ હાજર રહેશે. જેમાં કુલપતિ ડો. નિતીન પેથાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. પી. એલ. ચૌહાણ (કુલપતિ, ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરા), ડો. મહીપત ચાવડા (કુલપતિ, એમ. કે. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર), ડો. ચેતન ત્રિવેદી (કુલપતિ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ) હાજર રહેશે.. ઉપરાંત ડો. મેહુલ રૂપાણી (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. નેહલભાઈ શુક્લ (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ભાવિનભાઇ કોઠારી (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ભરતભાઇ રામાનુજ (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), અને ડો. જીતેન્દ્રભાઈ અમલાણી (જાણીતા ડોક્ટર), ડો. વિજય નાગેચા હાજર રહેશે.
તા. ૨૭/૦૨/૨૦૨૦ ગુરૂવારને સાંજે મેળાના પહેલા દિવસનું સમાપન થશે જેમાં ડો. કમલેશ જોશીપુરા (પૂર્વકુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. સી. બી. જાડેજા (પૂર્વકુલપતિ, ક્રાંતિગુરૂ શ્યામજી ક્રુષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, કચ્છ), ડો. અનિરૂધ્ધ પઢીયાર (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ભરત વેકરીયા (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. વિમલ પરમાર (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. હરદેવસિંહ જાડેજા (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ધરમ કાંબલીયા (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) હાજર રહેશે.
તા. ૨૮/૦૨/૨૦૨૦ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મેળાના બીજા દિવસનું ઉદઘાટન થશે જેમાં કુલપતિ ડો. નિતીન પેથાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. અર્જુનસિંહ રાણા (સ્પોર્ટ યુનિવર્સિટી, ગાંધીનગર) ડો. ધરમ કાંબલીયા (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. નિદત્તભાઈ બારોટ (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. વિજય પટેલ (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ),, ડો. ગીરીશ ભિમાણી (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. પ્રવિણસિંહ ચૌહાણ (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), મહેશ ચૌહાણ (ટ્રસ્ટી હરિવંદના કોલેજ, રાજકોટ) હાજર રહેશે.
તા. ૨૮/૦૨/૨૦૨૦ને શુક્રવારને સાંજે મેળાનું સમાપન થશે જેમાં કુલપતિ ડો. નિતીન પેથાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ભાવિનભાઇ કોઠારી (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ભરતભાઇ રામાનુજ (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. મેહુલ રૂપાણી (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. ધરમ કાંબલીયા (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડો. હરદેવસિંહ જાડેજા (સિન્ડિકેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) હાજર રહેશે.
We Care Rehabilitation Center, દિવ્યાંગ બાળકો માટેનું થેરાપી સેન્ટર, બાળકોમાં જોવા મળતી સમસ્યા જેવી કે બોલવામાં, સાંભળવામાં, યાદ રાખવામા, ભણવામાં, રોજિંદા કાર્યો કરવામાં મુશ્કેલી, વર્તનમાં થતી સમસ્યાઓ, એકલા એકલા હસવું, બોલવું, રડવું, ચંચળતા, વધુ પડતો ગુસ્સો વગેરે. આ તમામ સમસ્યાઓનું નિદાન થેરાપી દ્વારા કરવામાં આવે છે. બિહેવિયર થેરાપી, પ્લે થેરાપી, સ્પીચ થેરાપી, રેમેડીયલ ટિચિંગ, સાયકોલોજીકલ ટેસ્ટીંગ વગેરે સેવાઓ પુનર્વસન મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવશે.
ટાર્ગેટ ગ્રૂપ બૌદ્ધિક અક્ષમતા, ઓટીઝમ, ધીમો વિકાસ, હાયપર એક્ટિવિટી, વિશેષ શિક્ષણની જરૂરિયાત વાળુ બાળક, સી.પી. બાળક, ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકનું સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પુનર્વસન કરવામાં આવે છે.
બી.પી. તેમજ ડાયાબીટીસ ચેકઅપ ફ્રી કરવામાં આવશે. કીડની વિશે માહિતી આપવામાં આવશે.
કીડની રોગ ન થાય તે માટે શું કાળજી રાખવી તેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવશે.
સંસ્થાની પ્રવૃતિઓ અને પેશન્ટની સ્ટોરીઓ નું મેગેજીન વિતરણ કરવામાં આવશે.
કીડની રીનને લગતા પ્રશ્નો અને ડાયાબીટીસ તેમજ હાઇબ્લડ પ્રેશરને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટેના ઉપાયો બતાવવામાં આવશે.
રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં આ વ્યાખ્યાનો ઉપયોગી થશે.
આ મેળામાં ૧૩ થી ૧૫ વ્યાખ્યાનો મનોવિજ્ઞાનના તજજ્ઞો આપશે જેમાં ડિપ્રેશન પર જયનારાયણ વ્યાસ યુનિવર્સિટી, રાજસ્થાનના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. એલ.એન.બુનકર વ્યાખ્યાન આપશે. ટીનએજ, એડોલેસેન્સ અને યૂથ પ્રોબલેમ્સ પર પંજાબ યુનિવર્સિટી ચંદીગઢના પ્રોફેસર ડો. રોશનલાલ દહીયાં વ્યાખ્યાન આપશે.
સામાજિક સમસ્યાઓ અને મનોવિજ્ઞાન પર મહારાષ્ટ્ર, નાસિકના ડો. નરેન્દ્ર દેશમુખ વ્યાખ્યાન આપશે. માદક દ્રવ્યોની તરૂણો પર થતી અસર પર ઉત્તર પ્રદેશ, લખનૌના સાયકોલોજીસ્ટ ડો. કુમુદ વાસ્તવ વ્યાખ્યાન આપશે. રાજકોટ અને ગુજરાતમાં જ નહિ પણ દેશ-વિદેશમાં જાણીતા એવા ડો. વિજય નાગેચા (ઙતુભવશફિિંશતિ)ં મનોવિજ્ઞાન ઉપર વ્યાખ્યાન આપશે. મનોવિજ્ઞાન પ્રયોગોની જીવનમાં ઉપયોગીતા વિષય પર સરદાર પટેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ, ડો. સુરેશ મકવાણા વ્યાખ્યાન આપશે.
ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રોફેસર ડો. બી.ડી.ઢીલા પેરેન્ટીંગનું મનોવિજ્ઞાન વિષય પર વ્યાખ્યાન આપશે. સેલીબ્રેટીંગ લાઈફ વીથ જોય અને હકારાત્મક મનોવિજ્ઞાન પર પ્રખ્યાત ટ્રેનર, માર્ગદર્શક અને મનોવૈજ્ઞાનિક દીપક તેરૈયા વ્યાખ્યાન આપશે. સોશિયલ મીડિયા અને તેની અસરો પર જાણીતા માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડો. રાજેશભાઈ પરમાર વ્યાખ્યાન આપશે. એક્ઝામ ફોબીયા અને મેમરી પર ડો. પ્રતિક્ષા રાજાણી વ્યાખ્યાન આપશે. મેઘા જોશી મનોનાટક દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. અનમોલ રાષ્ટ્રદીપ પ્રોબલેમ્સ ઓફ લર્નિંગ વિષય પર વ્યાખ્યાન આપશે.