પીએમ મોદી આજે અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દેશ-વિદેશના લોકો ભાગ લેવા આવશે. આ ફેસ્ટિવલ 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. અહીં તૈયાર કરાયેલ પ્રમુખસ્વામી નગરમાં પ્રમુખસ્વામી મહારાજનું જીવન કાર્ય, સંદેશ, સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ભવ્યતા પૂર્વક ઉજવાય છે. જેમાં, 2016માં સુરતમાં, 2017માં રાજકોટમાં, 2018 માં આણંદમાં, 2019માં મુંબઇમાં ઉજવાય હતી. જેમાં આ વખતે 2022માં અમદાવાદ ખાતે ભવ્ય 600 એકરની જગ્યામાં પ.પૂ. મહંત સ્વામીના પ્રેરણાદાતા છે, જેની એક મહિના સુધી ભવ્ય ઉજવણી થશે, જે પૂ. વિવેકજીવન સ્વામી દ્વારા કહેવામાં આવ્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટની પ્રતિમા છે મહોત્સવનું આકર્ષણનું કેન્દ્ર
અહીં પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિમા 15 ફૂટ ઉંચી શિલા પર બનાવવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં 380 ફૂટ લાંબો અને 51 ફૂટ ઊંચો મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યારે 116 ફૂટ લાંબો અને 38 ફૂટ ઊંચો અન્ય છ પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. અહીં દિલ્હીના અક્ષરધામ મંદિરની 67 ફૂટ ઉંચી પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.
આ શતાબ્દી મહોત્સવમાં 70 એકરમાં બાલનગરી તૈયાર કરવામાં આવી છે ઉપરાંત 22 પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનાર હશે. 11 લાખથી વધુ ફૂલો અને 200 પ્રકારના છોડ વાવવામાં આવ્યા છે. દરેક પ્રવેશદ્વાર પાસે મફત વિશાળ પાર્કિંગ સુવિધા. શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા છે. આ કાર્યક્રમ માટે 250 થી વધુ ખેડૂતો અને બિલ્ડરો દ્વારા કોઈ પણ સ્વાર્થ વિના સેવા આપવામાં આવી છે.
પ્રમુખ સ્વામી મહારાજના ભક્તો માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં જોવા મળે છે તેથી આ મહોત્સવમાં વિદેશી મહેમાનોને કોઈ અગવડ ન પડે તે માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. કોઈ પણ મુલાકાતીને અગવડ ન પડે તે માટે PSM 100 નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે જે ગૂગલ પ્લે સ્ટોર પરઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની મારફતથી પ્રચાર-પ્રસાર જ નહીં પણ પરિવહન પણ કંટ્રોલ કરાશે. મહોત્સવની મુલાકાતે આવનારની મદદ કરવાના ઉદેશ્ય સાથે ખાસ ડિઝાઈન કરેલી આ એપ્લિકેશન યૂઝર્સને મદદ કરશે
આ એપ્લીકેશનમાં મળશે ત્રણ ઓપ્શન
૧) પાર્કિંગ
2) યાત્રા માર્ગદર્શન
૩) QR કોડ દ્વારા કારને ગોતી શકવી
14 ડિસેમ્બરથી લઈને ૧૫ જાન્યુઆરી સુધીના આ મહોત્સવમાં દર્શનાર્થીઓ બપોરે 2 થી રાતના 9 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકશો. રવિવારે સવારે 9 વાગ્યેથી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકશો. દર્શનાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને જો કોઈ રસ્તો ભૂલી જાય અથવા તો હવે કઈ દિશામાં આગળ વધવું તે ન સુજે તો PSM એપ્લીકેશન મદદ કરશે. PSM એપ્લીકેશન મારફત તમે તમારા ઘરથી લઈને મહોત્સવ સુધિનો રસ્તો મેળવી શકશો