- સમાજ સુરક્ષા માટેના લોઠડા, પીપલાણા, પડવલા ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રયત્નો સફળ
- ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની રજૂઆત બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ચોકીનું નિર્માણને અગ્રતા આપી લોકલાગણીને અપાયુ માન
સામાજીક શાંતિ અને સુરક્ષા માટે પીપલાણામાં પોલીસ સ્ટેશનની લોઠડા, પીપલાણા, પડવલા ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ જયંતિભાઇ સરધારાની ટીમે રજૂઆત કરી હતી. તેને પગલે ધારાસભ્ય લાખાભાઇ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના સહયોગથી પોલીસ ચોકી કાર્યરત થવા પામ્યો છે. આ પોલીસ ચોકીમાં નિર્માણ માટે થયેલા પ્રયત્નોથી દિવાળી જેવો માહોલ ઉભો થયો છે.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વશિષ્ઠનાથજી બાપુ, લાખાભાઈ સાગઠિયા, ભૂપતભાઈ બોદર, જાલાભાઇ, ગોસાઇભાઇ, બાબુભાઇ નસિત, જસમતભાઈ સાંગાણી, વિનુભાઈ ઠુંમર, કનારાભાઇ, મજબૂતસિંહ જાડેજા, અશોકભાઇ કુકડીયા અને લોંઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ, જયંતીલાલ સરધારા, સંજયભાઇ કાછડિયા, ભાવેશભાઈ બાલધા, વિઠ્ઠલભાઈ બુસા, અલ્પેશભાઈ ઢોલરીયા, નિલેશભાઈ મોલીયા, જાયેશભાઈ કોસીયા, ડી. કે. રૂપાપરા , કમલેશભાઇ, કમલેશભાઇ મોવલિયા, રતિલાલ બાલધા, અશોકભાઇ વેકરીયા, લક્ષ્મણભાઇ હરસોડા, અરવિંદભાઇ બેડીયા, ચેતનભાઈ કોઠીયા, બિંદુભા જાડેજા, ધવલભાઈ ત્રામડિયા, નાથુભાઈ અણદાણી, અશોકભાઇ ટિલવા, મયૂરભાઈ વસોયા, દિનેશભાઇ મૂંગપરા, રાકેશભાઈ ગોંડલીયા અને જે. કે. વેલનેસ ફાઉન્ડેશનના પ્રમુખ, જયંતીલાલ સરધારા, હરેશભાઈ પડારીયા, સંજયભાઇ પડારીયા ઉપસ્થિત રહ્યા હતા.
લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનનો વિસ્તાર (ઇન્ડસ્ટ્રિયલ) વિસ્તાર વધતાં આ વિસ્તારમાં લુંટ-ફાટ અને ગુનાખોરીનું પ્રમાણ વધતાં પોલીસ ચોકીની ખુબજ જરૂરિયાત હતી. જેના અનુસંધાને એસોસિએશનના આગેવાનોની જયંતીલાલ સરધારની આગેવાનીમાં ગુજરાત સરકાર અને ધારાસભ્ય અને રાજકોટ રૂલર એસ.પી.ને લેખિત અને મૌખિક અવાર નવાર રાજુવાત કરેલ જેના પરિણામ સ્વરૂપે જે. કે. વેલનેશ ફાઉન્ડેશન અને લોઠડા- પીપલાણાં પડવલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના ઉદ્યોગકારોના સહયોગથી નવી પોલીસ ચોકીનું ઇમરજન્સી નિર્માણ પામેલ જેના કારણે ઉદ્યોગ કારો ગ્રામ્યજનો ખૂબ ઉત્સાહમાં વધારો થયેલ અને ગ્રામજનો અને ઉદ્યોગકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયેલ હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના તમામ સભ્યો તથા જે. કે. વેલનેસ ફાઉન્ડેશનના તમામ હોદેદારો તથા આજુબાજુના ગામના ગ્રામજનો તથા રાજકોટના એસ.પી. તથા ગોંડલ ડી.વાય.એસ.પી. તથા સી.પી.આઇ. કોટડાસાંગાણી પી.એસ.આઇ.ના સહયોગથી આ કાર્યક્રમ દિપી ઉઠ્યો હતો.