બીએપીએસ મંદિરમાં નૂતન નીલકંઠવર્ણી મંડપનું ઉદ્ઘાટન
નીલકંઠવર્ણીએ યુગો સુધી મુમુક્ષુઓને સંયમ અને તપની પ્રેરણા આપવા કઠોર તપશ્ર્ચર્યા કરી
ભગવાન શ્રીસ્વામિનારાયણનું કિશોર સ્વરૂપ એટલે, બાલયોગી શ્રી નીલકંઠવર્ણી. શ્રી નીલકંઠ એટલે સ્વયંતપો મૂર્તિ! જેમના નિત્ય સ્મરણી આજે પણ અસંખ્ય લોકો જીવનમાં સંયમ અને તપની પવિત્ર પ્રેરણા મેળવે છે…
નીલકંઠ વર્ણી એટલે અનંત દિવ્ય સદગુણો અને પરમ સુખનું સર્વોપરી નિવાસસ્થાન !જેમના પર અભિષેક કરીને નિત્ય લાખો હરિભક્તો પવિત્ર ગુણોથી સભર બનીને દિવ્ય સુખ પામવાની યાચના કરે છે.
શ્રી નીલકંઠ એટલે કરુણાની ભાગીરીથી!
જેમણે આ ધરતી પર અવતરીને અસંખ્ય મુમુક્ષુઓના કલ્યાણ માટેકરુણાની ગંગા વહાવી અખિલ ભારત મા વિચરણ કરીને સકળ ધરતીને તીર્થત્વ બક્ષ્યુ…
શ્રી નીલકંઠ એટલે કોઈ કોરી કલ્પના નહીં, પરંતુ એક નક્કર સત્ય. કોઈન વલકા-વાર્તાનું પાત્ર નહીં, પરંતુ લોકોના જીવન સાથે સંકળાયેલી એક વાસ્તવિકતા. છેલ્લા ૨૦૦ વર્ષ થી અસંખ્ય લોકોના જીવનમાં અનુભવાતી એક શબ્દાતીત અનુભૂતિ. શ્રી નીલકંઠને આ પૃથ્વીપર અવતર્યે આજે ૨૦૦ કરતાં વધુ વર્ષોનો સમય વીત્યો છે. પરંતુ તો પણ એમના સ્મરણમાત્ર માં વર્તમાનની જ અનુભૂતિ થયછે.
આજી ૨૦૦ વર્ષ પૂર્વેસને ૧૭૮૧મા ચૈત્ર સુદ નવમી રામનવમીના પવિત્ર દિવસે તેમનો જન્મ ઉત્તર ભારતમાં અયોધ્યા પાસે છપૈયા ગામે, માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવ એ મહાન અવતારીને અવતરવાનું નિમિત બન્યા હતા. બાળવયનુ નામ ઘનશ્યામ. બાળવયે સહજ સ્ફુરતી અનેક ચમત્કૃતિઓએ તેમના વ્યક્તિત્વને અદ્વિતીય અને અલોકિક સિદ્ધ કરી દીધું હતું.
માત્ર ૧૧વર્ષની કુમળી વયે તેમણે ગૃહત્યાગ કર્યો અને એક મહાકાવ્ય સમી ઐતિહાસિક ગાાનો આરંભ યો. સતત સાત વર્ષ સુધી ૧૨હજાર કિલોમીટર સુધી નીલકંઠની ભારતયાત્રા વહેતી રહી. શિયાળામાં -૪૦ડિગ્રી સે. તાપમાનમાં નીલકંઠ તિબેટના સુસવાટા મારતા મેદાનોમાં ઘૂમ્યા. માનસરોવરની યાત્રા કરી અને તે પણ ખુલ્લાપગે, ખુલ્લા શરીરે, નિરાહાર રહીને. નીલકંઠની એ ૬મહિનાની માનસયાત્રાનો વિગતવાર અહેવાલ લખનાર કોઈ લેખક સાથે હોત, તો આજે ૨૦૦ વર્ષ પછીપણ વિશ્વના સર્વશ્રેષ્ઠ સાહસયાત્રા ગ્રથ તરીકે તે વર્ણનોનું સન અવિચલ રહ્યું હોત અને આવનારી અનેક શતાબ્દીઓ સુધી અણનમ રહેત – તે નિસંશય હકીકત છે. અલબત્ત, નીલકંઠને મન એ નહોતી સાહસયાત્રા, કે નહોતી પ્રસિદ્ધિયાત્રા. એતો હતી અનંત મુમુક્ષુઓ માટેની કલ્યાણયાત્રા…
આ કલ્યાણ યાત્રા દરમિયાન તેઓએ યુગો સુધી મુમુક્ષુઓને સંયમ અને તપની પ્રેરણા આપવા કઠોર તપશ્ચર્યા કરી.
આવા કઠોર તપ કરતા કરતા નીલકંઠવર્ણી હિમાલય-નેપાળના ઘનઘોર વર્ષા-જંગલોમાં ઘુમ્યા. નેપાળના ખૂંખાર પ્રાણીઓથી લઈને, વાઈટ ટાઇગર્સની ભૂમિ ગણાતા સુંદરવનમાં ઘુમ્યા, નિ:સંગ, નિર્ભય, અને નિશ્ચલ! અને એ ખૂંખાર પ્રાણીઓથી પણ ભયાનક પ્રાકૃતિક પરિબળોને પણ તેમણે સહજતાથી સહી લીધા! જીવલેણ હિમવર્ષાથી લઈને ગાંડીતૂર નદીઓ સુધી !
ભક્તોની આસનું કેન્દ્ર : શ્રીનીલકંઠવર્ણી
આજી બસ્સો સાડત્રીસ વર્ષ પૂર્વે આષાઢી સંવત ૧૮૩૭ માં ચૈત્રશુક્લ નવમી(રામનવમી)ના પવિત્ર દિને (તા.૩-૪-૧૭૮૧) શ્રી સ્વામિનારાયણ ભગવાન નો જન્મ ઉત્તર ભારતમાં અયોધ્યા પાસે છપૈયાગામે, માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવ પાંડે એ મહાન અવતારીને અવતરવાનું નિમિત્ત બન્યા હતા.
માતા-પિતાનાધામગમન બાદ, માત્ર ૧૧ વર્ષની ઉંમરે તા. ૨૯-૬-૧૭૯૨, આષાઢ સુદ ૧૦ની વહેલી સવારે ઍમણે સંસાર ત્યાગ કરી વનવિચરણ માટે મહા૫સિન કર્યું અને તેઓ નીલકંઠ વર્ણી બન્યા. સાત-સાત વર્ષ સુધી ઉઘાડે પગે માત્ર કૌપીનભર, મૃગચર્મ અને શાલિગ્રામ, શુ શાસ્ત્રો સારરૂપ હસ્તલિખિત ગુટકો અને માળા તા કમંડળ લઈ નીલકંઠ વર્ણી ઍ પગપાળા ચાલતાં ૧૨૦૦૦ કિલોમીટર યાત્રા કરીને ભારત ભરના તીર્થો ને તીર્થત્વ આપ્યું.
એજ ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ બાલયોગી શ્રી નીલકંઠવર્ણીના દિવ્યઅભિષેકની ભક્તિ-પરંપરા સપીને, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તા.૩/૧૧/૨૦૦૮ ના રોજ લાભ પાંચમે રાજકોટ મંદિરમાં પ્રતિષ્ઠિત નાર અભિષેકમૂર્તિ શ્રી નિલકંઠવર્ણી નો પ્રાણપ્રતિષ્ઠા પૂર્વવિધિ ગોંડલ અક્ષર મંદિરખાતે યોજાયો હતો.
જુદાજુદા અનેક પ્રસંગોએ શ્રી નીલકંઠવર્ણી ના અભિષેક – ર્પ્રાના – પ્રદક્ષિણાથી હરિભક્તો પોતાના શુભ સંકલ્પો પૂર્ણ થયા છે તેનો આનંદ અનુભવી રહ્યા છે.