સ્ત્રીઓ પોતાની સુંદરતાને વધુ નિખારવા પ્રસંગો અને ઉત્સવોમાં ફેશનેબલ અને ઇન્ડીયન ગરમેન્ટસની પસંદગી કરતા હોય છે અને રંગીલા રાજકોટની જનતા ફેશનમાં હમેશાં એક ડગલું આગળ ચાલતી હોય છે. રાજકોટની મહિલાઓ માટે અદ્યતન અને વિશાળ કલેક્શનના ખજાના સાથે નીશા’ઝ આવી રહ્યું છે. અમીન માર્ગ પર નીશા’ઝ હાઉસ ઓફ એલીગન્સનો આજે બીજી ફેબ્રુઆરીના રોજ શુભારંભ થયો છે. જેમાં મહિલાઓને મળશે દરેક પ્રકારના ઇન્ડીયન વેરની ભરમાર રેન્જ કે જેમાં વિવિધ પ્રકારની સાડી, ઈન્ડોવેસ્ટર્ન, ચણિયાચોળી તેમજ દરેક પ્રકારના ફેસ્ટિવ અને વેડીંગ કલેક્શન મળશે.ઓપનિંગમાં 30 થી 50% સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યુ છે.
ભારતીય પોશાકમાં દરેક સ્ત્રી દીપી ઊઠે છે:ડો દર્શિતાબેન શાહ (ધારાસભ્ય)
દરેક સ્ત્રીઓને પ્રસંગોપાત કપડાની ખરીદી કરવી ખૂબજ ગમતી હોય છે કારણકે કપડાથી સ્ત્રીઓની સુંદરતામાં ઔર વધારો થાય છે.દર્શિતાબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓને સાડી વધુ પ્રિય છે , કોઈપણ પ્રસંગ હોય કે ઉત્સવ ઇન્ડીયન વેરમાં સ્ત્રીઓ દીપી ઉઠે છે, સાડી થી સ્ત્રીની અલગ જ ગરીમા જળવાઈ છે.. કોઈપણ પોશાક હોય પરંતુ ઇન્ડીયન વેરની એક અલગ જ ઝલક દેખાય છે. સાથે નીશા’ઝ માં ભારતીય પોશાકની શ્રેણી ખૂબ જ સરસ છે અને તેઓ વારંવાર નીશાના કલેક્શનમાંથી શોપિંગ કરવાનું પસંદ કરતા હોય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નિશાબેન સ્ત્રી સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સાથે તેમણે નિશાબેનને અભિનંદન પાઠવ્યા હતા.
મહિલાઓ માટે દરેક પ્રકારના ઇન્ડીયન વેરની શોપિંગનું વન સ્ટોપ ડેસ્ટીનેશન:નિશા દોશી
નીશા’ઝ હાઉસ ઓફ એલીગન્સ છેલ્લા 15 વર્ષથી ગ્રાહકોને અફોર્ડબ્લે પ્રાઈઝમાં કવોલિટી વાળા અને સ્ટાઇલિશ ગરમેન્ટની વિશાળ રેન્જ આપી રહ્યુ છે. નીશા’ઝ હાઉસ ઓફ એલીગન્સના ઓનર નિશા દોશી એ જણાવ્યું કે આ નીશા’ઝ રાજસ્થાની એસન્સની બ્રાન્ચ છે પરંતુ નીશા’ઝના આ શો રૂમ માં ફક્ત રાજસ્થાની જ નહી પણ દરેક મહિલાઓને દરેક પ્રકારના ઇન્ડીયન વેરની શોપિંગ માટે વન સ્ટોપ ડેસ્ટીનેશન બની રહેશે. જેમાં મહિલાઓને દરેક પ્રસંગને અનુરૂપ અને આજની યુવતીઓને પણ આકર્ષિત કરે તેવા અદ્યતન કલેશન મળશે. નીશા’ઝ વ્યાજબી ભાવમાં તેમજ ગુણવતા વાળી પ્રોડક્ટ્સ આપે છે જેથી આટલા વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ અમારા પર જળવાઈ રહ્યો છે.