કેન્સર વિભાગ, મોડ્યુલર આઈ સી યુ, અને ગાયનેક ઓપરેશન થિયેટરનું વીરપુરના ગાદીપતિ રઘુરામબાપા અને અપૂર્વમુનિ સ્વામીના હસ્તે લોકાર્પણ

રાજકોટ હૃદય સમા પંચવટી વિસ્તાર ખાતે આવેલ   જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ સૌરાષ્ટ્ર ની એક માત્ર ટ્રસ્ટ સંચાલિત સુપર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ થવા જઈ રહી છે . જેમાં કાર્ડિયાક સુવિધા, ગેસ્ટ્રો સર્જન, ન્યુરો સર્જન , સ્પાઈન સર્જરી, નેફ્રોલોજી, મેડિસિન , સર્જરી, ઓર્થોપેડિક, ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ , ડાયાલીસીસ , ગાયનેક, પિડિયાટ્રિક, ડેન્ટલ, ઈ. એન. ટી. , સ્કિન, યુરોલોજી, સાયકોલોજીસ્ટ, રુમેટોલોજી, રેડિયોલોજી, પેથોલોજી  વિગેરે ની સુવિધા  તો ઉપલબ્ધ તો છે પણ સાથે –  સાથે ઈન્સ્યુરન્સ કાર્ડ ધારકો માટે કોઈ છુપા ચાર્જ  વિના કેશ લેશ સુવિધા  અને સરકારશ્રી ની આશીર્વાદ રૂપ ગણાતી આયુષ્માન ભારત યોજના – પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ની સુવિધા પણ  પુરી પાડે છે .

jalaram press not

આ હોસ્પિટલ ની સ્થાપના 2010 માં રઘુવંશી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જે વિશ્વની એક માત્ર રઘુવંશીઓ દ્વારા સંચાલિત સર્વ સમાજને લાભાર્થે સાર્વજનિક હોસ્પિટલ છે.  જે સમયાંતરે લોકો ની આરોગ્ય સુખાકારી  ને ધ્યાને રાખી ને કંઈક ને કંઈક નવી સુવિધાઓ ઉભી કરી ગુજરાત ની ટ્રસ્ટ સંચાલિત એક માત્ર સુપર મલ્ટીસ્પેશ્યાલીટી નું રૂપ લઈ રહી છે . જે દર્દીઓ માટે હર હમેંશ સેવાઓ અગ્રેસર રહી છે .

આ  સુપર મલ્ટીસ્પેશ્યાલીટી  હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ  ની જનતા ને વધુ ત્રણ નવી સુવિધા આપવા જઈ રહી છે . જેમાં  કેન્સર વિભાગ , મોડ્યુલર આઈ સી યુ, અને  ગાયનેક ઓપરેશન થિયેટર નું   વીરપુર જલારામ મંદિર ના ગાદીપતિ પૂ. રઘુરામ બાપા અને ઇઅઙજ  સ્વામિનારાયણ સંપ્રદાય ના  પૂ. અપૂર્વમુનિ સ્વામી ના હસ્તે  લોકર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં કેન્સર વિભાગ માં ઓન્કો  ફિઝીશ્યન તરીકે ડો. અલ્પેશ કિકાણી અને ડો. ગૌતમ માકડીયા સેવા આપશે. ઓન્કો સર્જન તરીકે ડો. એચ કે ડોબરીયા , અને ડો. વિરલ વસાવડા તરીકે સેવા આપશે. જનરલ સર્જન અને કેન્સર સર્જન તરીકે ડો. ધર્મેશ  શાહ સેવા આપશે. કાન, નાક, ગળા ના સર્જન તરીકે ડો. હિમાંશુ ઠક્કર  અને યુરોલોજિસ્ટ તરીકે ડો. સુશીલ  કારિયા  સેવા આપશે. જયારે ગાયનેક વિભાગ માં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડો. જીલ કારીઆ સેવા આપશે.

ગાયનેક  વિભાગ  માં ડિલિવરી માં પણ સમાજના સામાન્ય વર્ગ ને  પોષાય તેવા ચાર્જીસ રાખવામાં આવ્યા છે . ખાસ કરી ને પેઈન લેસ નોર્મલ ડિલિવરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . જેનો ચાર્જ ફક્ત રૂ. 7900/- ,  નોર્મલ ડીલેવરી નો ચાર્જ ફક્ત રૂ. 4300/- ,અને સીઝેરીયન ડિલિવરી  નો ચાર્જ ફક્ત રૂ. 14200/- જ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત મોડ્યુલર આઈ સી યુ બનાવવા આશય છે કે જેમાં ઝીરો ટકા ઇન્ફેક્શન રહે છે , જેથી દર્દી ને વધુ સારી, અસરકારક અને ઝડપી  ટ્રીટમેન્ટ આપી શકાય. જેમાં લાગુ પડતી તમામ સુવિધા થી સજ્જ આઈ. સી. યુ. નું લોકાર્પણ થયું છે .

આ ઉપરાંત હોસ્પિટલ માં ઈન્સ્યુરન્સ કાર્ડ ધારકો માટે કેશ લેસ સુવિધા ઉભી કરવામાં આવી છે . જે કોઈ છુપા ચાર્જ  લીધા વિના કાર્યરત રહેશે. સાથે સરકારની  લોકો માટે આશીર્વાદ રૂપ યોજના આયુષ્માન ભારત યોજના – પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ની પણ સુવિધા ઉપલબ્ધ છે.

લોકાર્પણ પ્રસંગે આ મહાનુભાવોની ઉપસ્થિતિ

આ લોકાર્પણ પ્રસંગે ઉદઘાટક તરીકે વીરપુર જલારામ બાપાની જગ્યા ના ગાદીપતી પૂ. રઘુરામ બાપા અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય ના પૂ. અપૂર્વમુનિ સ્વામી , રઘુવંશી અગ્રણી  સુરેશભાઈ ચંદારાણા ,  લોહાણા મહા પરિષદ પ્રમુખ   સતિષભાઈ વિઠઠલાણી, હોસ્પિટલ ચેરમેન  કેતનભાઈ પાવાગઢી, ટ્રસ્ટી  શૈલેષભાઇ પાબારી, રાજકોટ મેયર ડો. પ્રદીપભાઈ ડવ, રાજકોટ સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા , શહેર ભાજપ  પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઈ પુજારા , શહેર ભાજપ મહા મંત્રી  કિશોરભાઈ રાઠોડ, રાજ્ય કક્ષા ના મંત્રી   અરવિંદભાઈ રૈયાણી, કોર્પોરેટર  દક્ષાબેન વસાણી, રાજકોટના  તજજ્ઞ તબીબો પણ  ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ નું સંચાલન મિત્તલભાઈ ખેતાણી એ કર્યું હતું  અને  આ કાર્યક્રમ ને સફળ બનાવવા   હોસ્પિટલ સ્ટાફે એ જહેમત ઉઠાવી હતી.વધુ માહિતી માટે  જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી મેઈન રોડ, નાથજી ટાવર પાછળ, અમીન માર્ગ, રાજકોટ-2 ફોન ન:- (0281) 2450551/2450553, મો. 8866777387 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.