જરૂરીયાતમંદોને ઇએનટી, પેથોલોજી, યુરોલોજી, ડર્મેટોલોજી, સોનોગ્રાફી, એક્સ-રે તેમજ ઓર્થોપેડીક જેવી વિવિધ સારવાર રાહતદરે મળી રહેશે
અબતક, રાજકોટ
રાજકોટ શહેરની પાવન ભૂમિ પર પૂજ્ય ગુરૂદેવ ધીરજમુનિ મહારાજ સાહેબના કરકમલો દ્વારા વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના જસ-પ્રેમ-ધીર-સંકુલનો દબદબાભેર ઉદ્ઘાટન સમારોહ આજે હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. અંદાજે 100 જેટલા પંચમહાવ્રતધારી સંત-સતીજીઓ શારીરીક અવસ્થાના કારણે બિરાજીત હોય છે. તેઓનો તેમજ જરૂરીયાતમંદ લોકોને આરોગ્યવર્ધક સુવિધાઓનો લાભ મળે અને સર્વજન હિતાય, સર્વજન સુખાય બની રહે તેવા શુભ આશયથી ગોંડલ સંપ્રદાયના પ્રમશ્રધ્ધેય પૂજ્ય ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના સાંનિધ્યમાં પ્રથમ વખત મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટરનું નવલું નજરાણું દાતાઓના સહયોગથી નિર્માણ થયું છે.
માનવ જીવનમાં અન્ન, આવાસ અને આવરણ જરૂરીયાત હોય છે તેમ આરોગ્યની વૃદ્વિ માટે નિદાન, નિયમ અને નિવારણ અનિવાર્ય છે. મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટરના લાભાર્થીઓ પૂણ્યવંત પરિવાર મૂળ જામનગર નિવાસી હાલ મુંબઇ માતા શિવકુંવરબેન બચ્ચુભાઇ દોશી તથા કુંદનબેન નવીનચંદ્ર દોશી, પેથોલોજી વિભાગના દાતા કાંતાબેન જયાશંકર હિરાચંદ મહેતા, વિલેપાર્લેના તથા ઇએનટી વિભાગના દાતા હાલ મસ્કત તારાબેન અને જયંતિલાલ પ્રેમચંદ વાધર અને વેઇટીંગ લોન્જના દાતા સ્વ.ભારતીબેન ભૂપતભાઇ વિરાણી અને ભૂપતભાઇ છગનલાલ વિરાણી તેમજ એક્સ-રે વિભાગના દાતા યુ.કે.ના વનિતાબેન વ્રજલાલ મહેતા પરિવાર, સોનોગ્રાફી વિભાગના દાતા યુ.એસ.એ.ના ડો.હરશદભાઇ અને ચેતનાબેન સંઘવી તેમજ ફીઝીશીયન વિભાગના દાતા સવિતાબેન મહેન્દ્ર કુમાર મહેતાની સ્મૃતિમાં મહેન્દ્ર કુમાર તારાચંદ મહેતા હાલ મુંબઇ તેમજ ફ્લોર મેનેજર વિભાગના દાતા મૂળ જામનગરવાસી હર્ષાબેન શરદભાઇ શેઠ તેમજ વિવિધ લક્ષીહોલના દાતા યુ.એસ. રાજેશભાઇ અને નિખિલભાઇ દફ્તરી તથા સુનિલ મયુરભાઇ દોશી તેમજ વિણાબેન ભૂપતલાલ ખેતાણી અને વૈયાવચ્ચ કક્ષ-1ના દાતા હાલ અમદાવાદ રંજનબેન ભરતકુમાર શેઠ હાલ જેવા વિવિધ વિભાગોના વિવિધ દાતાઓ દ્વારા જસ-પ્રેમ-ધીર-સંકુલ તેમજ મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટરના વિવિધ વિભાગોના પૂજ્ય ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના સાંનિધ્યમાં દબદબાભેર ઉદ્ઘાટન સમારોહનું ‘અબતક’ ચેનલ દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યો હતો. આ વિશાળ સંકુલમાં ઇએનટી, પેથોલોજી, યુરોલોજી, ડરમેટોલોજી, સોનોગ્રાફી, એક્સ-રે, ઓર્થોપેડીક જેવા વિવિધ વિભાગોનો લાભ જરૂરીયાતમંદોને રાહત દરે મળી રહે તેવા શુભ આશયથી આ સેન્ટર આવી રહ્યું છે.
પૂજ્ય ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના સાંનિધ્યમાં ચંદ્રવદનભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને અને જૈના અમેરિકાના પ્રમુખ મહેશભાઇ વાધરના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ આ ઉદ્ઘાટન સમારોહમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.અબતક ના પ્લેટફોર્મ પર ઉદ્ઘાટન કાર્યક્રમોને લાઇવ નિહાળતાં હજારો દર્શકો વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય ગુરૂદેવ ધીરજમુનિ મ.સા.ના સાંનિધ્યમાં જસ-પ્રેમ-ધીર-સંકુલ તેમજ મેડીકલ અને વૈયાવચ્ચ સેન્ટરના દબદબાભેર ઉદ્ઘાટન સમારોહનું ‘અબતક’ ચેનલ દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લાખો દર્શકોએ નિહાળ્યો હતો.