- પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે
- માનવ ઉર્ત્ક્ષ મહોત્સવના પ્રથમ દિવસે માનવ જો ધારે તો વિષયક કથા પ્રસ્તૃતિ
રાજકોટ શહેરમાં ઇઅઙજ બાળપ્રવૃત્તિ દ્વારા યોજાયેલ અભિયાનમાં657 બાળ-બાલિકાઓએ કુલ 60,000વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો જેની પુર્ણાહુતી ઉપક્રમે વ્યસનમુક્ત રેલી યોજવામાં આવી હતી. ચૌધરી હાઇસ્કુલના મેદાન ખાતે સાંજે 5 વાગ્યે મંદિરના સંતો અને રાજકોટ કમિશ્નર ધીમંતકુમાર વ્યાસઅને શૈક્ષણિક અગ્રણીઓએ વૈદિક પૂજનવિધિથી રેલીનો આરંભ કરાવ્યો હતો. પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટસ, વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો અને બાલિકાઓ દ્વારા થતા સુત્રોચારેરાજકોટવાસીઓને અનેરી પ્રેરણા પાઠવી હતી. ચૌધરી હાઇસ્કુલના મેદાનથી શરુ થયેલ રેલી ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ થઇ રેસકોર્ષ મેદાન પર વિરામ પામી હતી.
આજરોજ તા.1 જૂન, બુધવારથીમાનવ ઉત્કર્ષ મહોત્સવનો આરંભ થઇ રહ્યો છે. મહિલામંડળ દ્વારા ઉત્સવની પોથીયાત્રા સાંજે 4:30 થી 6:30 દરમ્યાન યોજાશે. રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 વાગ્યે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, આયોજક સંતોની સાથે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, કલેક્ટર અરુણ મહેશ બાબુ, કમિશ્નર રાજુભાઈ ભાર્ગવ, મેયરશ્રી પ્રદીપભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ,ડીડીઓ દેવભાઈ ચૌધરી, રાજકોટ નરેશ માંધાતાસિંહજી સહિત સામાજીક અગ્રણીઓ દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવશે.
પ્રથમ દિવસે ઇઅઙજ સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી મોટીવેશનલ સ્પીકર સંત પૂ.અપૂર્વમુનિ સ્વામીમાનવ જો ધારે તો (તમારી સફળતા – તમારો સંકલ્પ)વિષય પર 8:30 થી 11:30 પ્રશ્નોત્તરી અને ફોટો-વિડીયોની અદ્દભુત પ્રસ્તુતિ સાથે પ્રસન્નતાસભર પરિવર્તનની અનુભૂતિ કરાવશે.
આજથી શરુ થનાર માનવ ઉત્કર્ષ મહોત્સવ પ્રવચન, પ્રદર્શન, પ્રેરક સાહિત્ય અને પ્રસાદનો લાભ લેવા માટે સગા-સ્નેહી, મિત્રો અને પરિવારજનો સાથે નિત્ય પધારવા સમગ્ર સંત-ભક્ત મંડળ વતી રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામીએ તમામ ભાવિક જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
બાળકોએ એક લાખ ઘરોમાં નિર્વ્યસની જીવનનો સંદેશો આપ્યો : અપૂર્વ મૂની સ્વામી
31મે એન્ટી ટોબેકો ડે વિશ્ર્વ તમાકુ નીષેધ દિનના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના સતાબ્દી ઉપક્રમે રાજકોટ ખાતે બીએપીએસ સ્વામી દ્વારા બાલ બાલીકાઓની વ્યસન મૂકિત રેલી તેમજ પ્રકૃતિ સંવર્ધન રેલીનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હજારો બાળકોએ છેલ્લા એક મહિના દરમિયાન સંપર્ક કરીને કુલ 1,00,000 જેટલા ઘરોનો સંપર્ક કરીને નીરવ્યસની જીવનનો અને પ્રકૃતિ સંવર્ધનનોસંદેશ આપ્યો છે. અને એજ 3000 જેટલા બાલ બાલીકાઓ રાજકોટના રાજમાર્ગો પર ફરીને સ્લોગન દ્વારા કીર્તનો દ્વારા મ્યુઝીક દ્વારા વિવિધ વેશભુષા દ્વારા નીરવ્યસની રાજકોટ, નીરવ્યસની ગુજરાત અને વિશ્ર્વનો એક સુંદર મેસેજ મહંતસ્વામીના આદેશ દ્વારા આપી રહ્યા છે. આપણે પણ સંકલ્પ કરીએ.