રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રની પાંચાલધરા પર રાજકોટના વિછીયા પંથક પર આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પટાગણમાં શ્રાવણ માસ દરમિયાન લોકમેળા ઉદઘાટન કરાયું
આ ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું .
આ તકે ડોક્ટર ભરતભાઈ બોઘરા જિલ્લા કલેકટર. જિલ્લા પોલીસવડા સહિતના સરકારી અધિકારીઓ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી. સમુદ્ર મંથન વખતે ઝેર. ને ગ્રહણ કરી ભગવાન શ્રી ભોળાનાથ નીલકંઠ બન્યા હતા આ વીશ પાનની અસર ઓછી કરવા માટે ભક્તો શ્રાવણ માસમાં શિવલિંગ પર જલા અભિષેક કરે છે.
સૌરાષ્ટ્રના મધ્ય જસદણ પંથકમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખૂબ જ પવિત્ર અને પૌરાણિક સ્થળ છે આશરે 15 મી સદીની આસપાસ વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા આક્રમણો થયા હતા ત્યારે ઘેલા નામનો વાણિયો તેમના અનેક સાથીઓની સાથે શહીદી વોહરીને શિવલિંગનું રક્ષણ કર્યું હતું.
કાળુ ભગત