રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ ખાતે લાલજી દિલ્લીવાલે રેસ્ટોરન્ટનો શુભારંભ આજે તા 4 ફેબ્રુઆરીના રોજ થયો છે. ક્રિસ્ટલ મોલની બાજુમાં આવેલા આ રેસ્ટોરન્ટમાં રાજકોટવાસીઓને દિલ્હીના સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણવા મળશે. એટલું જ નહી આ ફેમિલી રેસ્ટોરન્ટમાં સ્વાદપ્રેમીઓ ચા,કોફી સહીત અન્ય પંજાબી અને ચાઇનિઝ ફૂડ અને શેરીનો સ્વાદ પણ માણવા મળશે. સહકુટુંબ અને મિત્રો સાથે સમય વિતાવવા તેમજ દરેક પ્રકારની એમેનિટીઝથી સજ્જ આ રેસ્ટોરન્ટ છે.
ફ્કત સ્વાદ જ નહીં હાઈજીન એ અમારી અગત્યની પ્રાથમિકતા: વિરલ કાનબાર
લાલાજી દિલ્લીવાલે રેસ્ટોરન્ટના માલિક વીરલ કાનબારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ રાજકોટની જનતાને દિલ્હીની શેરી ગલ્લીનો સ્વાદ આ રેસ્ટોરન્ટમાં આપવા જઈ રહ્યા છે આ એક દિલ્હીની કંપનીની શાખા છે તેમજ 14 વર્ષ જૂની આ કંપનીને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેઇનનો એવોર્ડ પણ મળેલો છે.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે તેઓ ફક્ત સ્વાદ જ નહી પરંતુ સ્વસ્થતા અને સ્વચ્છતા પર પણ વધુ કાર્ય કરી રહ્યા છે. જેથી ગ્રાહકોને હાઇજેનિક ફૂડ અને વાતાવરણ અમે આપીશું. આ સાથે તેમણે રાજકોટની જનતાને દિલ્હીનો સ્વાદ માણવા માટે આમંત્રણ આપ્યું હતું.
રાજકોટની સ્વાદપ્રિય પ્રજાને સ્વાદનું નવુ નજરાણુ એટલે લાલાજી દિલ્લીવાલે: વજૂભાઈ વાળા
લાલજી દિલ્લીવાલે રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા વજુભાઈ વાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે રાજકોટની આનંદમયી પ્રજાને સ્વાદનું નવુ નજરાણુ એટલે લાલાજી દિલ્લીવાલેમાં વૈવિધ્ય સભર વાનગીઓ મળશે. રાજકોટવાસીઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન છે તેમજ સપ્તાહના અંતે તો જાણે દરેક ઘરમાં રસોડાને તાળા જ લાગી ગ્યા હોય તેવું લાગે.
રાજકોટીયન્સ હર હંમેશ સારા સ્વાદની શોધમાં જ હોય છે ત્યારે આ રેસ્ટોરન્ટમાં ફક્ત ગુજરાતી કે પંજાબી નહી પણ ખાસ દિલ્હીનો સ્વાદ પણ માણવા મળશે. આ સાથે તેમણે વિરલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વધુમાં તેમણે પોતાની જૂની વાતો વાગોળતા કહ્યું હતું કે તેઓ એક સમયમાં રાત્રીના સમયે ભેળ, પાણીપુરી વગેરે સ્ટ્રીટ ફૂડ ખાવા પોહચી જતા અને તેઓ ખાવાના ખૂબ જ શોખીન છે.