• ઉદઘાટન પ્રસંગે અનંત અંબાણી, મરે ઓકિનકલોસ રહ્યા ઉપસ્થિત: ભારતમાં 5000 ચાર્જિંગ પોઈન્ટસ થયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ડાયરેક્ટર અનંત મુકેશ અંબાણી અને બીપીના સીઇઓ મરે ઓકિનક્લોસે  આરઆઇએલ અને બીપી વચ્ચેના ફ્યુઅલ અને મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-બીપીના 500મા જિયો-બીપી પલ્સ ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા અને જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરમાં આવનારા મહેમાનોને આ ઇવી ચાર્જિંગ સ્ટેશનનો લાભ મળશે. આ ઉદ્દઘાટન સાથે ભારતમાં જિયો-બીપી પલ્સ ચાર્જિંગ પોઇન્ટની સંખ્યા 5000 થઈ છે.

જિયો-બીપી તેના ઇવી ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને ઝડપી ગતિએ વિસ્તાર્યું છે, જેની સંખ્યા માત્ર એક વર્ષમાં 1,300થી વધીને 5,000 સુધી પહોંચી ગઈ છે. તેના 95% ઇવી ચાર્જિંગ નેટવર્કમાં ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે – જે આ ઉદ્યોગમાં સૌથી વધુ છે – કંપની પોતાને દેશના સૌથી વિશ્વસનીય ચાર્જિંગ નેટવર્ક તરીકે સ્થાપિત કરીને 96%ના અજોડ ઇન્ડસ્ટ્રી-લીડિંગ અપટાઇમ સાથે હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોન પહોંચાડવા માટે તૈયાર છે.

જિયો-બીપી આ ઉદ્યોગમાં પણ પ્રથમ છે જેણે અનન્ય સીવીપી દ્વારા સમર્થિત ટોપ રેટેડ 480 કેડબ્લ્યૂ ચાર્જર્સનો ઉપયોગ કર્યો છે, તેનાથી મોલ્સ, પબ્લિક પાર્કિંગ, કોર્પોરેટ પાર્ક, હોટેલ્સ અને મુખ્યમાર્ગોની સાઇડમાં કાર્યક્ષમ અને ઝડપી ચાર્જિંગ અનુભવ પૂરો પાડી શકાય છે.

જિયો-બીપી ભારતમાં ઇવી અપનાવવાને વેગ આપવા માટે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનના સૌથી મોટા નેટવર્ક શેર, ઇવી ચાર્જિંગ ઈન્ફ્રામાં સૌથી ઝડપી વૃદ્ધિ અને સર્વોચ્ચ વિશ્વસનીયતા સાથે જિયો-બીપી લાખો ભારતીયોને સારી રીતે પેકેજ્ડ, ડિજિટાઈઝ્ડ ચાર્જિંગ સોલ્યુશન ઑફર કરી રહ્યું છે, તેમ  અનંત એમ. અંબાણીએ આ પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.