સાબરકાંઠા જિલ્લામાં સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આજે ડો. નલીનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સુશાસન સપ્તાહ નિમિત્તે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૭૮ નિમણૂક પત્રો તથા ૧૬૨ એપ્રેન્ટીસ કરાર પત્રોનું વિતરણ કરાયું હતું
એપ્રેન્ટીસ સ્ટાઈપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ અને આઈ.ટી.આઈ સંસ્થાકીય સ્ટાઇપેન્ડનું ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ આઈ.ટી.આઈ.ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ સહિત ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઇ-શ્રમ કાર્ડના લાભાર્થીઓને કાર્ડના વિતરણ કરાયા હતા.
જેમાં રાજ્યસભા સાંસદશ્રીમતી રમિલાબેન બારાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સ્વ. વડાપ્રધાનશ્રી અટલજીએ ગામડાના લોકોની સુખાકારીની ચિંતા કરી ગામડાઓને શહેરો સાથે જોડતા પ્રધાનમંત્રી ગ્રામસડક યોજના અમલી બનાવી વિકાસની કેડી કંડારી હતી. આજના યુવાનો ભારતનુ ભાવિ હોઇ રાષ્ટ્ર્નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વની છે.આ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૬૧ રોજગાર ભરતી મેળા થકી ૧૪ હજાર યુવાનોને રોજગારી આપી છે.