રાજકોટમાં મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા અર્બન ફોરેસ્ટ અંતર્ગત ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પ્રકૃતિપ્રેમીઓ અને આગેવાનોની સહભાગીતા વચ્ચે વૃક્ષારોપણ કર્યું હતું. જ્યાં જન ત્યાં વૃક્ષ અને ગુજરાતને સામાજીક વનીકરણના નવા આયામો સિદ્ધ કરીને સૌના સહિયારા પ્રયાસથી ગુજરાતને હરિયાળું બનાવીએ.
ગુજરાતના પ્રથમ અર્બન રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા આજી નદીના પશ્વિમ કાંઠે કિશાન ગૌ-શાળા સામે આવેલ “ ગ્રીન બેલ્ટ” હેતુની અંદાજ 47 એકર પૈકીની ખુલ્લી જમીનમાં જુદી જુદી 18 થી 22 જાતના ઓછા નિભાવ ખર્ચ વાળા બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક “આયુર્વેદિક ઉદ્યાન” બનાવવામાં આવી રહ્યું છે.