સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલના નેતૃત્વ અને પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે એઆઇસીટીઇ સ્પોન્સર ઇન્ટરનેશનલ મલ્ટી-ડીસીપ્લીનરી એન્જીનીયરીંગ કોન્ફરન્સનું આયોજન તા. 04, 05 અને 06 ઓગષ્ટ 2022ના રોજ કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ટેકનોલોજી અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં સંશોધનકર્તા, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોપાર્જનના આશય સાથે એક મંચ પુરો પાડવાનો છે.
આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સોમાલીયા એમ્બેસીના વડા અબ્દીફતાહ નુર, મુખ્યવક્તા તરીકે માહ્સા યુનિવર્સિટી, મલેશીયા ના ડાયરેકટર ડો. ઇમાન ફારસ્ચી, માનનીય મહેમાન સુદીપ ગુપ્તા, એસેટ મેનેજર, ઓનજીસી, મહેસાણા તથા પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ અને પ્રિન્સિપાલ ડો. સંતોષ શાહ તથા ડેલિગેટસ અને સ્ટાફ મેમ્બર્સ ઉ5સ્થિત રહ્યા. દરેક વક્તાઓ દ્વારા કોન્ફરન્સ માં ડેલિગેટસ ને આઈડિયા અને સંશોધન દ્વારા દેશ ની ઉન્નતિ માં સહયોગ આપવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સ ની વિગતવાર માહિતી ડો.અભિજીતસિંહ પરમાર (કો-ઓર્ડીનેટર) દ્વારા આપવામાં આવેલ હતી.
આ 5રિસંવાદમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત 100 જેટલા તેમના સંશોધનકર્તાઓ ભાગ લઇ રહ્યા છે, જેઓ અલગ અલગ 15 ક્ષેત્રે પોતાના સંશોધનપત્રો સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રજુ કરશે. આ સિવાય આધુનિક ટેકનોલોજી જેમ કે એઆરવીઆર. અને 3ડી પ્રિન્ટીંગના સંબંધિત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ છે.
બી.સી.એ.ના છાત્રો કોલેજ દ્વારા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો
સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ સલગ્ન શ્રી સી.જે.પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીજ બી સી એ કોલેજ અને એન.એસ.એસ વિભાગ દ્વારા ગત દિવસે ના રોજ હર ઘર ત્રિરંગા અભિયાન અને આઝાદી કા અમૃત મહોત્સવ માં વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આગામી 15 ઓગસ્ટ ના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતી અને વિસનગર માં આવેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ના આગવા આયોજન સ્વરૂપે બી સી એ કોલેજ ના એન.એસ.એસ ના 50 થી વધુ વિધ્યાર્થીઓ એ દેશભક્તિ ના ભાગ રૂપે ભારત દેશ નો રાષ્ટ્રધ્વજ બનાવી પોતાનો દેશપ્રેમ પ્રદશિત કર્યો હતો. આ દેશવ્યાપી અભિયાન ને સફળ બનાવવા કોલેજ ના એન.એસ.એસ કો-ઓર્ડિનેટર પ્રો. યોગેશ પટેલ એ વિધ્યાર્થીઓ ને પ્રેરિત કર્યા હતા. સાથે યુનિવર્સિટિ ના પ્રેસિડેંટ પ્રકાશ પટેલ અને કોલેજ ના પ્રિન્સિપાલ ડો અભિજીતસિંહ જાડેજા દ્વારા દરેક વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.